અમરેલી,
અમરેલી જીલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી.અમર ડેરી ખાતે નેશનલ મિલ્ક ડે (રાષ્ટ્રીય દૂધ દિવસ) ડો.વર્ગીસ કુરીયન નાં 100 માં જન્મ જંયતી તરીકે શતાબ્દી દીવસ તરીકે ઉજવાયો તે પ્રસગે અમરડેરી નાં ચેરમેન શ્રી અશ્વીનભાઇ સાવલીયા, એમ. ડી. શ્રી ડો.આર. એસ.પટેલ,જી.એમ ડી.આર.રામાણી, અમુલ ફેડરેશન નાં અધીકારી ડો.રાકેશ ડેલુ તથા અમર ડેરીનો સ્ટાફ દ્વારા ઉજવણી કરવામાં આવેલ હતી તે કાર્યક્રમમાં અમર ડેરી એમ.ડી.પટેલ પોતે ડો.કુરીયન સાથે 10 વર્ષ કરેલ કામગીરીનાં સ્મરણો સાથે સમયસર કામગીરી,દ્રઢ નિર્ણયો વિશ વાતો કરેલ હતી.અમર ડેરી નાં ચેરમેન અશ્વીન સાવલીયાએ જણાવેલ કે સરદાર વલ્લભભાઇ પટેલનાં સ્વ્પન સાકાર કરી અને ત્રીભોવનભાઇ પટેલ જેવા દીર્ઘ દ્ર્ષ્ટા સાથે ટેકનીક્લ બાબતો રજુ કરી ડો.કુરીયને અમુલ, એન.ડી.ડી.બી , ઇરમા,આંનદાલય જેવી અનેકવીધ સંસ્થાઓ સ્થાપ્ના કરીને અમુલ મોડેલ સમગ્ર દેશમાં સહકારથી સમૃધ્ધી અને મહીલા સશક્તીકરણ ની સફળતા પુર્વક કામગીરી કરેલ છે જેને યાદ કરી તેમના 100 મી જન્મ જંયતી નિમીતે કાર્યકર્મ ઉજવાયો હતો તેમ અમર ડેરી ની અખબારી યાદી માં જણાવેલ છે.