અમરેલી અમર ડેરી દ્વારા પશુપાલકોને દુધના ભાવમાં રૂા.10નો વધારો અપાશે

  • શ્રી દિલીપભાઇ સંઘાણી, શ્રી પરસોતમભાઇ રૂપાલાના માર્ગદર્શન નીચેઅમરેલી જીલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી સંચાલિત
  • પશુપાલકોને પ્રતિ કીલો ફેટે 630 અપાતા હવે 640 અપાશે : પશુપાલકોના હિતમાં નિર્ણય લેતા શ્રી સાવલીયા

અમરેલી,
અમરેલી જિલ્લા દુધ ઉત્પાદક સહકારી સંઘ સંચાલિત અમર ડેરી દ્વારા સ્થાપક શ્રી દિલીપભાઇ સંઘાણી અને શ્રી પરસોતમભાઇ રૂપાલાના માર્ગદર્શન નીચે પશુપાલકોને દુધના ભાવમાં રૂા. 10 નો વધારો આપવા પશુપાલકોના હિતમાં નિર્ણય લેવાયો છે.અમરેલી જીલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. અમર ડેરી દ્રારા શ્રી દિલીપભાઈ સંઘાણી (અમર ડેરી ના સ્થાપક ચેરમેન), શ્રી પરશોતમભાઈ રૂપાલા (અમર ડેરી સ્થાપક ડિરેકટર) સાથે પરામર્શ કરી ને પશુ પાલકોને કટોકટીના સમયે પૂરક ભાવ મળી રહે અને તેમનુ કિમતિ પશુધન જળવય રહે તેવા ઉમદા હેતુસર અમર ડેરી ના ચેરમેનશ્રી, વાઈસ ચેરમેનશ્રી તથા બોર્ડ ઓફ ડિરેકટરો ની ઉપસ્થિતી માં થયેલ નિર્ણય અનુસાર ઘાસચારો અને ખાણદાણ ના ભાવમાં વધારો થવાના કારણે પશુપાલકો ના હિત અને તેમને દૂધ ના પોષણક્ષમ ભાવ મળી રહે તેને ધ્યાને લઈ હાલ દૂધ ના પ્રતિ કિલો ફેટ 630 માં રૂ. 10 /- નો વધારો સાથે તારિખ 11.10.2020 થી કિલો ફેટ 640 આપવાનો નિર્ણય કરવા માં આવેલ છે. તા. 11-10-2020 થી દૂધ મંડળીનો નવો ભાવ પ્રતિ કિલો ફેટે – રૂ. 640 એટલે કે 1 ફેટે રૂ.6.40 તા. 11-10-2020 થી દૂધ ભરતા ગ્રાહકો નો ભાવ પ્રતિ કિલો ફેટે – રૂ. 635 એટલે કે 1 ફેટે રૂ.6.35 (10 ફેટ અને 9 એસ.એન.એફ એ પ્રતિ લીટરે રૂ. 63.50 પૈસા) જેની દરેક દૂધ મંડળી, ખેડુતો અને પશુપાલકો ભાઈઓ તથા બહેનોને નોંધ લેવા “અમર ડેરી’ ના મેનેજીંગ ડિરેકટર શ્રી ડો. આર.એસ.પટેલની યાદી માં જણાવેલ છે.