અમરેલી,
ભીમ અગિયારસના જ્યાં વાવણા થતા હતા અને અષાઢે તો બારે મેઘ ખાંગા થતા હતા ત્યાનું ૠતુચક્ર બદલ્યું હોય તેમ અમરેલી પંથકમાં અષાઢી બીજ સાવ કોરીધાકોડ ગઇ છે અને આકાશે મીટ મંડાઇ જો કે ઉપરવાળા ઉપર ભરોસો રાખી અને ખેતીપ્રધાન અમરેલી જિલ્લામાં મેઘ મા’રાજ આવશેની આશાએ સાડા પાંચ લાખ હેકટર જમીનમાંથી બે લાખ હેકટરમાં વાવણી પણ ધરતીપુત્રો દ્વારા કરી દેવાઇ છે છે સામાન્ય રીતે બંગાળ અને અરબી સમુદ્રના વાદળો જયારે ગુજરાત ઉપર એક બની ભેગા થાય ત્યારે આપણે ચોમાસુ બેસે છે જો કે વાવાઝોડા બિપરજોય પછી આપણા અરબી સમુદ્રનું આકાશ સાવ કોરુધાકોડ છે અને બંગાળના વાદળો નજીક આવી ગયા છે તેવા સંજોગોમાં વરસાદ પડે તો કેવો પડશે તેની અટકળો કરવાની રહી બાકી પહેલાના સમયે એવી સાયકલ હતી કે 15મી જુને ચોમાસુ મુંબઇ આવતુ અને 19મીએ અમરેલી આવી જતુ હતુ.