અમરેલી,
પોલીસ મહાનિરીક્ષક ભાવનગર શ્રી ગૌતમ પરમાર દ્વારા નાસતા ફરતા ફરાર કેદીઓને પકડી પાડવા સુચના આપતા જિલ્લા પોલીસ વડા હિમકરસિંહ દ્વારા આગામી વિધાનસભા ચુંટણીની આદર્શ આચારસંહિતા અમલમાં હોય અને ચુંટણી શાંતિપુર્ણ અને સ્વતંત્ર માહોલમાં યોજાય તે માટે રાજ્ય અને જિલ્લાનાં નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી પેરોલ / ફર્લો તથા વચગાળાના જામીન રજા પરથી ફરાર કેદીઓને પકડવા મળેલ સુચના મુજબ અમરેલી એલસીબીના પીઆઇ એ.એમ. પટેલ તથા પીએસઆઇ કે.જી. મયા અને સ્ટાફે અમરેલી શેઠ મહેન્દ્ર અરવિંદભાઇ આંગડીયા પેઢીમાં નોકરી કરતા અમદાવાદનાં આરોપી રમેશ મોહનભાઇ ચાડેસરાને આંગડીયા પેઢીમાંથી રૂા.11 લાખ તથા મોટરસાયકલ ચોરી કરી છેલ્લા ચાર વર્ષથી નાસતા ફરતા લીસ્ટેડ આરોપીને ઝડપી પાડયો