અમરેલી આરટીઓમાં બિનઅધિકૃત લોકોના પ્રવેશ પર પ્રતિબંધ

અમરેલી ,

એ.આર.ટી.ઓ કચેરી, અમરેલી ખાતે એજન્ટો, ગેરકાયદેસર શખ્સો અરજદારોને ગેરમાર્ગે દોરીને વચેટીયા તરીકે કામ કરી આપવાનું જણાવી છેતરપિંડી કરતા હોય છે. આ પરિસ્થિતિઓને ધ્યાને લઈને કચેરીમાં બિનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું, ફોજદારી કાર્યરીતિ નિયમ-1973 (1974નો બીજો અધિનિયમ)ની કલમ-144 હેઠળ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. એ.આર.ટી.ઓ કચેરી, અમરેલીમાં બિન-અધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે. આ હુકમ એ.આર.ટી.ઓ કચેરી,અમરેલીના કેમ્પસમાં, આગામી તા. 17 જુન,2023 સહિતના દિન સુધી અમલી રહેશે. હુકમ ભંગ કરનાર ધ ઇન્ડિયન પીનલ કોડ-1870ની કલમ 188 અન્વયે કાર્યવાહી, સજાને પાત્ર .