અમરેલી આરટીઓ દ્વારા મધરાતે હેવી વાહનોનું આકસ્મિક ચેકીંગ કરાયું

  • પોલીસ અને આરટીઓએ ચેકીંગ દરમિયાન 12 જેટલા વાહનો ડીટેઇન કર્યા : કડક કાર્યવાહી

અમરેલી, અમરેલી આરટીઓ કચેરી દ્વારા અત્યંત ખાનગી રાહે બસચાલકોને ખ્યાલ ન આવે એ રીતે એક સફળ ડ્રાઈવ યોજવામાં આવી હતી. જેમાં 25 જેટલા વાહનોને મેમો અને 12 જેટલા વાહનોને સ્થળ પર જ ડિટેઇન કરી ટેક્સ વસુલવામાં આવ્યો હતો.એઆરટીઓ અમરેલી દ્વારા એઆરટીઓ શ્રી આઈ એસ ટાંક, આરટીઓ ઇન્સ્પેક્ટર શ્રી પી આર પઢીયાર, એસ બી મોઢ, બી પી પટેલ, આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર એમ એન ઠુમર, એસ ટી બારીયા, ડી એમ પંચાલ, જે કે પટેલ દ્વારા ગુપ્ત રીતે ચાવંડ-ઢસા રોડ ઉપર સરપ્રાઈઝ ચેકીંગ કરવામાં આવ્યું હતું. બસમાલિકો આકસ્મિક ચેકીંગથી ડરી અન્ય રૂટ પર ડાયવર્ટ થઇ છટકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ બીજી ટીમે એ રસ્તા પર પણ બાતમીના આધારે ચેકીંગ કરતા ત્યાંથી વાહનોના મેમો બનાવેલ અને વાહનો ડિટેઇન કર્યા હતા. આ ચેકીંગને લીધે ઘણા બધા વાહનો હોટેલ આશરો લીધો હતો. આ અંગે વાત કરતા એઆરટીઓ શ્રી આઈ એસ ટાંક જણાવે છે કે અંદાજીત 7 લાખ જેટલી ટેક્સની રિકવરી તેમજ 2 લાખ અન્ય મોટર વાહનને લગતા દંડ આમ કુલ મળી ને 9 લાખ જેટલી કુલ વસુલાત કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.આરટીઓ ઈન્સપેક્ટર પી આર પઢીયારએ જણાવ્યું હતું કે આવી ખાસ દ્રાઈવ અમરેલી આરટીઓ કચેરી દ્વારા કરવામાં આવે જ છે પરંતુ આજે રાજ્ય સરકાર દ્વારા બસમાલિકોને ટેક્સ ભરવા માટે 7 દિવસનો સમય આપવામાં આવ્યો હતો પરંતુ આ સમયગાળો પૂર્ણ થતા આ ખાસ ડરાઇવ યોજી કોઈ બસને ટેક્સ તેમજ જરૂરી વેલીડ દસ્તાવેજોના મેમો આપવામાં આવી હતી.