અમરેલી,
અમરેલીના એરપોર્ટ ઉપર હાલના ટુંકા રનવેને લાંબો કરવા માટે સરકારે મંજુરી આપી હોવા છતા અને રેવન્યુ વિભાગમાંથી જમીન સંપાદનની રૂપરેખા તૈયાર થઇ ગઇ હોવા છતા કોઇ અકળ કારણે આ કામગીરી ઠપ્પ છે તેવા સમયે એક ચોંકાવનારી વિગત સામે આવી છે અને તે છે હાલના રનવેમાં ગુણવતાની ખામી. જેને કારણે મોટુ નુકસાન થઇ રહયું છે.જાણવા મળતી માહીતી અનુસાર અમરેલીના એરપોર્ટની રનવે ની પટીની ગુણવતા એવી હોવી જોઇએ કે જયારે ભારે હવાના દબાણ સાથે કોઇ પ્લેન ટેઇકઓફ થાય કે લેન્ડ થાય ત્યારે રનવેનો રોડ એકદમ સાફ અને ઉંચી ગુવતાનો હોવાો જોઇએ જેના કારણે ચડતા કે ઉતરતા પ્લેનને નુકસાન ન થાય ણોઅમરેલીના એરપોર્ટ ના રનવે માં ઉડતી ગ્રીટને કારણે પ્લેને મોટુ નુકસાન થઇ રહયું છે અહી ઉડતી ગ્રીટથી પ્લેનના કાચ અને આગળનો પ્રોટસને નુસાન થાય છે અને તેનુ એક વખતનુ રીપેરીંગ ખર્ચ ઓછામાં ઓછુ 15 થી 20 લાખ થાય છે તેમ વેંચુરા એર કનેકટના શ્રી ઇશ્ર્વર ધોળકીયાએ અવધ ટાઇમ્સ સાથેની વાતમાં જણાવી અને અમરેલી એરપોર્ટ ઉપર ગ્રીટની સમસ્યાનો સામનો કરવો પડતો હોવાની વાતને સમર્થન આપ્યું હતુ.