અમરેલી એલસીબીએ રેઇડ પાડી ચારને ઝડપી લીધા

અમરેલી,
ગુજરાત રાજ્યના પોલીસ વડાશ્રી આશિષ ભાટીયાએ ગેરકાયદેસર શસ્ત્રોનું ઉત્પાદન, ઉપયોગ, સંગ્રહ, વેચાણ, તથા હેરાફેરી અંગે કાર્યવાહી કરવા તા.15/12/2021 થી તા.31/12/2021 સુધી સ્પેશ્યલ ડ્રાઇવનું આયોજન કરેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાયએ ઉપરોક્ત ડ્રાઇવ દરમિયાન અસરકારક કામગીરી કરવા તેમજ અમરેલી જિલ્લાના નાગરિકો ભયમુક્ત રીતે જીવન જીવી શકે અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે, તે માટે ગેરકાયદેસર અગ્નિશસ્ત્રો રાખનાર તથા અગ્નિશસ્ત્રોના વેચાણ, હેરા-ફેરી અને સપ્લાયની ગેરકાયદેસર પ્રવૃતિ સાથે સંકળાયેલ હોય તેવા શંકાસ્પદ ઇસમો ઉપર વોચ ગોઠવી, ગેરકાયદેસર અગ્નિશસ્ત્રો પકડી પાડવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે આજ તા.30/1ર/2021 ના રોજ અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી આર.કે.કરમટા તથા પો.સ.ઇ.શ્રી પી.એન.મોરી તથા એલ.સી.બી.ટીમ ને બાતમી રાહે હકીકત મળેલ કે, અમરેલી- બાબરા રોડ ઉપર જસવંતગઢના પાટીયા પાસે આવેલ હોટલના ગ્રાઉન્ડમાં કેટલાક શંકાસ્પદ ઇસમો ભેગા થયેલ છે અને તેઓની પાસે ગે.કા. વગર લાઇસન્સના અગ્નિશસ્ત્રો તથા કાર્ટીસો છે અને તેઓ આ હથિયારો તથા કાર્ટીસો ખરીદ-વેચાણ કરવાના છે, તેવી ચોકકસ હકીકત મળતાં, મળેલ બાતમી વાળી જગ્યાએ છાપો મારી, ગેરકાયદેસર હથિયારોની ડીલીંગ કરતાં કુલ ચાર શખ્સો હરેશભાઇ પરશોત્તમભાઇ પંડ્યા, ઉ.વ.50, રહે. ચિત્તલ, પોલીસ ચોકીની પાછળ, તા.જિ.અમરેલી, મનિષભાઇ હરેશભાઇ પંડ્યા, ઉ.વ.22, રહે.અમરેલી, મોહન નગર, વિવેક સ્કુલની બાજુમાં., જયપાલસિંહ ફોરનસિંહ ચૌહાણ, ઉ.વ.39, રહે. હાલ- લાઠી, આલમગીરી પાસે, તા.લાઠી, જિ.અમરેલી, મુળ રહે. મનોના, તા.બાહ, જિ.આગરા (ઉત્તરપ્રદેશ), સુજાનસિંહ બનવારીલાલ કુસવાહ, ઉ.વ.33, રહે.સુદામડા, બસસ્ટેન્ડ પાસે, તા.સાઇલા, જિ.સુરેન્દ્રનગર, મુળ રહે. મનોના, તા.બાહ, જિ.આગરા (ઉત્તરપ્રદેશ)ને વિદેશી બનાવટની રિવોલ્વર સહિતના પ્રાણઘાતક ફાયર આર્મ્સ તથા એમ્યુનેશન સાથે પકડી પાડવામાં સફળતાં મેળવેલ છે.
પોલીસે પકડેલ મુદ્દામાલમાં એક વિદેશી બનાવટની રીવોલ્વર (અગ્નિશસ્ત્ર), મેડ ઇન ઇંગ્લેન્ડ લખેલ, કિ..રૂ.20,000/-, દેશી હાથ બનાવટના હેમર વાળા તમંચા (અગ્નિશસ્ત્ર) નંગ- ર, કિં.ર.5,000/-, નાના મોટા જીવતા કાર્ટીસ નંગ- 86, જેની કુલ કિ.રૂ.4,300/-, મોબાઇલ ફોન નંગ- 3, કિં.રૂ.10,500/- અને એક સફેદ કલરની મારૂતી સુઝુકી વીટારા બ્રેઝા ફોરવ્હિલ કાર, રજી.નં. જીજે14એકે8484, કિં.5,00,000/- મળી કુલ કિં.રૂ.5,39,800/- નો મુદ્દામાલ પકડાયેલ આરોપીઓ હરેશભાઇ પરશોત્તમભાઇ પંડ્યા તથા મનીષભાઇ હરેશભાઇ પંડ્યા વિરૂધ્ધ અમરેલી તાલુકા પો.સ્ટે. ગુનો તા.23/12/2021 ના રોજ નોંધાયેલ હતો. જે ગુનાના કામે ઉપરોક્ત બંને આરોપીઓ નાસતા ફરતાં હતાં. ગેરકાયદેસર અગ્નિશસ્ત્રો તથા એમ્યુનેશન સાથે પકડાયેલ ચારેય ઇસમો વિરૂધ્ધ આર્મ્સ એક્ટ હેઠળ કાર્યવાહી કરી, આરોપીઓ અને મુદ્દામાલ વધુ તપાસ અર્થે અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે. આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાયની સુચના અને માર્ગદર્શન હેઠળ શ્રી આર.કે.કરમટા, ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. એલ.સી.બી. અમરેલી તથા પો.સ.ઇ.શ્રી પી.એન.મોરી તથા એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે.