અમરેલી એલસીબી પીઆઇ શ્રી અલ્પેશ પટેલ તથા એસઓજીના શ્રી સંજયકુમાર દેસાઇને ડીજીપી કમાન્ડેશન ડીસ્ક એવોર્ડ એનાયત

અમરેલી,
ગુનેગારનો છેક સુધી પીછો કરી પકડનારા પોલીસ તંત્રના કર્મયોગી એવા અમરેલી એલસીબી પીઆઇ શ્રી અલ્પેશ પટેલ તથા એસઓજીના પીઆઇ શ્રી સંજયકુમાર જી દેસાઇને ડીજીપી કમન્ડેશન ડીસ્ક એવોર્ડની જાહેરાત કરાઇ છે.
હાલમાં અમરેલીની લોકલ ક્રાઇમ બ્રાંચમાં ફરજ બજાવતા પીઆઇ શ્રી અલ્પેશ પટેલ તથા એસઓજીમાં નિમાયેલ શ્રી સંજયકુમાર જી. દેસાઇની વિશીષ્ઠ કામગીરીની નોંધ લેવાતા પોલીસ તંત્રમાં હરખની હેલી ચડી છે તથા અમરેલીના એસપીશ્રી હિમકરસિંહએ પણ તેમને અભિનંદન પાઠવ્યા છે.
2021ની સાલની નર્મદા જિલ્લા ખાતે ક્રાઇમ બ્રાંચમાં ઉતમ કામગીરી કરવા બદલ આ એવોર્ડ પીઆઇ શ્રી અલ્પેશ પટેલને એનાયત થયો હતો. અમરેલી એસઓજીમાંં ફરજ બજાવતા પીઆઇ શ્રી સંજયકુમાર જી.દેસાઇને પણ આ એવોર્ડથી સન્માનિત કરવાની જાહેરાત