અમરેલી એસઓજીએ ઠેબી ડેમ પાસેની કાટમાંથી એમપીનાં ખુંખાર અપરાધીઓને શોધી કાઢયા

અમરેલી, અમરેલી એસઓજીએ ઠેબી ડેમ પાસેની કાટમાંથી મધ્યપ્રદેશનાં ખુંખાર અપરાધીઓને શોધી કાઢી મધ્યપ્રદેશની ધાર ક્રાઇમ બ્રાંચને હવાલે કર્યા છે. એસપી શ્રી હિમકરસિંહની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલીના સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપના પીઆઇ શ્રી એસ.એમ. સોની તથા પીએસઆઇ શ્રી વી.એસ. પોપટે મધ્યપ્રદેશના જાબુવા જિલ્લાના રાણાપુર તાલુકાના દંડીયા ગામના મહેશ દિલીપ મોર અને કીડીયા ઇડા મોરદંડીયાને અમરેલીના નાના માચીયાળા અને સાંગાડેરી વચ્ચેના શોધી કાઢયા હતા આ બંને અપરાધીઓ ધાર જિલ્લાના કુકસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ધાડ, ફરજમાં રૂકાવટ, હત્યાનો પ્રયાસ સહિતના ગંભીર અપરાધમાં ફરાર થઇ અમરેલી જિલ્લામાં છુપાયા હતા આ બંને આરોપી અમરેલી જિલ્લામાં હોવાની બાતમી પરથી અમરેલી એસઓજીએ દિલધડક ઓપરેશન કરી બંનેને પકડી પાડી મધ્યપ્રદેશથી અમરેલી આવેલ ધારની ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ શ્રી ટી.એસ. બેઇસ ને હવાલે કર્યા હતા.