અમરેલી,
ખાંભા ઉના હાઈવે રોડ ઉપર આવેલ મામાદેવ આશ્રમે અમરેલી એસઓજીના પી.એસ.આઈ. એન. બી. ભટે આશ્રમના મકાનમા ગેરકાયદેસર રીતે માદક પદાર્થ સુકો ભેજયુકત ગાંજાનો જથ્થો ત્રણ કિલો રૂ/-30,000 , મોબાઈલ રૂ/-5000 , ઈલેકટ્રીક વજનકાંટો રૂ/-1000 મળી કુલ રૂ/-36,000 ના મુદામાલ સાથે સેવાપુજા કરતા ચંદુગીરી જમનાગીરી ગૌસ્વામી ઉ.વ. 64 ને ઝડપી પાડેલ. આ ગાંજાનો જથ્થો સુરતના ભારતીબેન નામની મહિલાએ આપી એકબીજાએ મદદગારી કર્યાની ખાંભા પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.