અમરેલી,
અમરેલી એસટી તંત્રની બેદરકારીનો મોટો દાખલો આપતુ અદભુદ સંચાલન સામે આવ્યું છે જેમા નાઇટ હોલ્ટ બંધ કરાતા સાવરકુંડલા ડેપોમાં એક જ કંડકટરને તેડવા-મુકવા માટે દર મહીને એસટી તંત્ર રૂા. 70 હજાર ઉપરાંતનો ખર્ચો કરતું હોવાનું બહાર આવેલ છે.અમરેલી એસટી ડીવીઝનના સાવરકુંડલા ડેપોનો સામે આવેલો એક જ દાખલો જોઇએ.
સાવરકુંડલાથી રબારીકા રૂટ 40થી 45 કીલોમીટરનું અંતર છે અને તેની ઉપર પહેલા નાઇટમાં પડી રહેતી બસ ચાલતી હતી પણ તેમા મહીલા કંડકટર મુકાતા નિયમ અનુસાર ગામડે મહીલા કંડકટરને રાત્રી રોકાણ કરવાનુ ન હોય તે બસનું રાત્રી રોકાણ બંધ થયું હતુ જેના કારણે સાવરકુંડલાથી રબારીકા જતી એસટી બસ રાત્રે રબારીકાથી પરત આવે છે અને રાત્રે ગામડેથી કોઇ શહેરમાં આવતુ ન હોય સ્વભાવીક જ બસ સાવ ખાલીખમ આવતી હોય છે આમ એ 40 કીમી પરત આવે અને સવારે સાત વાગગ્યે તે પરત સાવરકુંડલાથી રબારીકા જાય વહેલી સવારે કોઇ શહેરમાંથી ગામડે જતુ ન હોય ગામડેથી લોકોને શહેરમાં આવવાનું હોય તેથી સવારે પણ બસ સાવ ખાલીખમ રબારીકા જાય એક વખત સાવરે ખાલી જાય અને એક વખત રાત્રે ખાલી પરત આવે આમ રોજના 80થી 90 કીલોમીેટર સાવ ખાલી ચાલે છે.એક જ ગ્રામીણ રૂટ ઉપર દસથી બાર ગામડાને લઇને ચાલતી બસ માં સરેરાશ એક કીલોમીટરે ત્રણ લીટર ડીઝલ બળતુ હોેય છે એ હીસાબે રોજનુ28 લીટરના હીસાબે 2634 રૂપિયાનો ખોટો ધ્ાુંમાડો આપણા નાણાનો થતો હોવાનુ સ્પષ્ટ જોઇ શકાય છે હવે રોજના 2634 પ્રમાણે એક મહીનાના 79 હજાર જેવી રકમ થાય તેમા ઓઇલ,ટાયરનો ઘસારો અલગ જ ગણવાના આમ આ પ્રમાણે લગભગ ત્રણ વર્ષ થી એક મહીનાના 79 હજાર ગણો તો 28 લાખ જેવી રકમનો ધ્ાુંમાડો આપણા પ્રજાના નાણાનો થઇ ગયો છે.આ એક જ દાખલો નહી પણ સાવરકુંડલાથી જેસર ચાલતી એસટી ભમોદ્રાથી વાયા ઘોબા અને પીપરડી ચાલે તેમા પણ 20 કીલોમીટર જેવીે બસ સાવ ખાલી ચાલતી હોવાની રજુઆત પણ એસટી તંત્ર સમક્ષ થઇ હોવાનું જાણવા મળેલ છે.રાજય સહિત અમરેલી ડીવીઝનમાં એસટી તંત્ર અત્યારે નવા નવા રૂટ શરૂ કરી રહયુ છેઅનેકોરોનાના સમયે બંધ થયેલા લગભગ રૂટો શરૂ કરાયા છે પણ તેમ છતાયે અમુક રૂટ બંધ પણ હોવાનુ જાણવા મળેલ છે જો કે તેની પાછળ એસટી સુત્રો 12 ટકા જેવી સ્ટાફની ઘટ ને કારણભુત ગણાવે છે . ધારસસભભ્યશ્રીઓ આ મહત્વના પ્રશ્ર્ને ધ્યાન આપે તે જરુરી છે.