અમરેલી એસટી ડિવીઝનનાં 60 બસ રૂટો કેન્સલ કરાયાં

72 કલાક બાદ કર્ફયુ ઉઠ્યે સોમવારથી ફરી એસટી બસ શરૂ થાય તેવી શક્યતાઓ

અમરેલી,અમદાવાદમાં કોરોનાને કારણે સ્થિતિ વણસી જતા રાત્રીનાં 9 થી 6 સુધી કર્ફયુ જાહેર કરવામાં આવ્યું છે અને બસ રૂટો પણ બંધ કરવામાં આવ્યાં છે. તેથી અમરેલી ડીવીઝનમાંથી અમદાવાદ માટે દોડતી 60 જેટલી બસોનાં રૂટો રદ કરવામાં આવ્યાં છે. હવે 72 કલાક બાદ એટલે કે સોમવાર સવારથી એસટી બસ રૂટો શરૂ થાય તેવી શક્યતાઓ હોવાનું અમરેલી એટીનાં વિભાગીય નિયામક શ્રી નથવાણીએ જણાવ્યું હતું.