અમરેલી એસટી ડિવીઝનના અડધો અડધ બસ રૂટો શરૂ

અમરેલી,
અમરેલી જિલ્લામાં લાંબા સમયના લોકડાઉન અંતે પાંચમા તબક્કામાં અનલોક થતાં એસટી નિગમ દ્વારા વાહન વ્યવહાર શરૂ થયો છે. શરૂઆતમાં ડેપોથી ડેપો બાદ આંતર જિલ્લા અને હવે રાજ્યભરમાં એસટી રૂટો શરૂ કરાતા અમરેલી એસટી ડિવીઝનના સાતેય ડેપોમાં રૂટ શરૂ કરવામાં આવ્યા છે જેમાં બગસરાથી અમરેલી, અમરેલીથી બગસરા અને બગસરાથી વડિયા તથા વડિયાથી બગસરા, બગસરાથી જાફરાબાદ, જાફરાબાદથી અમરેલી, બગસરાથી દાહોદ, અંબાજી, રાજકોટ, જામનગર, ભાવનગર અને ભાવનગરથી બગસરાના રૂટો તથા ધારી ડેપોમાં ધારી અમરેલી, અમરેલી ધારી અને ધારી ભાવનગર, રાજકોટ, વડોદરા, જુનાગઢ, ગાંધીનગર અને ગાંધીનગરથી ધારી તથા કોડીનારથી વેરાવળ, વેરાવળથી કોડીનાર, કોડીનારથી જામનગર, કૃષ્ણનગર, રાજકોટ, વડોદરા અને રાજુલા ડેપોમાં રાજુલાથી જાફરાબાદ, જાફરાબાદથી અમરેલી અમરેલીથી રાજુલા, રાજકોટ, જાફરાબાદ, ખાંભા, ધારી, રાજુલાથી ઓખા, કૃષ્ણનગર અને ત્યાંથી રાજુલા તથા સાવરકુંડલા ડેપોમાં સાવરકુંડલાથી અમરેલી, અમરેલીથી કુંડલા, સાવરકુંડલાથી બગસરા, ખાંભા, અમરેલી સાવરકુંડલાથી રાજકોટ, સાવરકુંડલાથી ભુજ, રાજકોટથી સાવરકુંડલા અને ભાવનગરથી કુંડલા વેરાવળ, જેતપુર, ધોરાજી, સુરત, કૃષ્ણનગર સહિતના અને ઉના ડેપોમાં ઉનાથી વેરાવળ, ગીર ગઢડા, ગીર ગઢડાથી ઉના, ઉના જુનાગઢ, જુનાગઢથી ઉના તથા ઉનાથી અમરેલી અમરેલીથી કોડીનાર, ઉનાથી રાજકોટ, રાજકોટથી ઉના રૂટ શરૂ કરવામાં આવ્યા છે સાતેય ડેપોમાં અડધો અડધ બસ રૂટો શરૂ થતાં લોકોને પરિવહનમાં રાહત થઇ છે. એસટી નિમ દ્વારા થર્મલ સ્ક્રિનીંગ સાથે નામ નંબર સહિતની માહિતીઓ પણ રાખવામાં આવે છે જો કે 60 ટકા પેસેન્જરો ભરવાના હોવાથી બુકીંગ પણ એડવાન્સ કરવામાં આવે છે તેમ એસટી સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. બગસરા ડેપોમાં કુલ 14 શેડયુલ 14 ટ્રીપ ઉના ડેપોમાં 9 શેડયુલ 24 ટ્રીપ કુંડલા ડેપોમાં 17 શેડયુલ 48 ટ્રીપ રાજુલા ડેપોમાં 9 શેડયુલ 20 ટ્રીપ કોડીનાર ડેપોમાં 8 શેડયુલ 16 ટ્રીપ ધારી ડેપોમાં 12 શેડયુલ 32 ટ્રીપ મળીને કુલ શેડયુલ 90 અને કુલ 231 ટ્રીપ અમરેલી ડિવીઝનના સાતેય ડેપો પર શરૂ થયાનું જાણવા મળ્યું છે.