અમરેલી એસટી ડીવીઝનની 125 બસો ફાળવાઇ

  • અમરેલી શહેર અને જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં લોકો આટકોટ કાર્યક્રમમાં જવાના હોવાથી એસટી ઉપરાંત ખાનગી વાહનોની વ્યવસ્થા
  • અમરેલી ડીવીઝનની 125 બસો ફાળવાતા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના રૂટો કપાઇ જશે : વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીનાં કાર્યક્રમ માટે તેૈયારીઓનો ધમધમાટ

અમરેલી,
દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી આગામી 28મીએ આટકોટ ખાતે મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્ટિપલના ઉદઘાટન માટે આવી રહયા છે ત્યારે ગુજરાત પ્રદેશ ભાજપ અને રાજકોટ જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા શ્રી મોદીના આગમનને વધાવવા તડામાર તેૈયારીઓ થઇ રહી છે શ્રી મોદીના કાર્યક્રમમાં જવા આવવા માટે પ્રદેશ ભાજપની સુચનાને કારણે સમગ્ર સોૈરાષ્ટ્રમાંથી ભાજપના આગેવાનો અને કાર્યકરો આટકોટ ઉમટી પડનાર છે ત્યારે તંત્ર દ્ારા એસટી બસોની પણ વ્યવસ્થા કરવામાં આવી છે રાજકોટ ડિવિઝન ઉપરાંત અમરેલી ડિવિઝનમાંથી પણ એસટી બસોની વ્યવસ્થા કરવામાં આવી છે એટલુ જ નહિં ખાનગી ટ્રાવેલ્સની બસો તેમજ અન્ય ખાનગી વાહનો મોટી સંખ્યાામાં આટકોટ જનાર હોય અમરેલી એસટી ડિવિઝન દ્વારા 125 બસો વડાપ્રધાન શ્રીના કાર્યક્રમ માટે ફાળવવામાં આવી છે આ અંગે વિભાગી નિયામકે જણાવ્યું કે એસટી નિગમે અમરેલી ડિવિઝનમાંથી 125 બસ ફાળવતા મોટાભાગના લોકલ અને ગ્રામ્ય વિસ્તારોનારૂટો કપાશે એ સિવાય અન્ય બસોમાં કોઇ ફેરફાર નહિં થાય મોટા ભાગના ગામડાઓના રૂટો કપાશે અને જનતાએ મુશ્કેલી એક દિવસ પુરતી વેઠવી પડશે.તા.28 વહેલી સવારથી જ તમામ બસો ફાળવી આપવામાં આવશે