અમરેલી એસટી ડીવીઝનમાં દાહોદ, ગોધરાનું બુકીંગ ફુલ

અમરેલી,
હોળી-ધુળેેટીનાં તહેવારોનું દક્ષિણ ગુજરાતમાં વધારે મહત્વ હોવાથી દેશભરનાં આદિવાસીઓ મોટા ભાગે પોતાનાં વતનમાં જ હોળી ધુળેેટી ઉજવે છે. આ પર્વે તમામ આદિવાસીઓ દેશનાં ખુણે ખુણેથી પોતાનાં માદરે વતન તરફ પ્રયાણ કરે છે તેથી એસટી બસો અને ખાનગી બસોમાં પણ અત્યારથી જ ટ્રાફિક ફુલ થઇ ગયો છે. હાલ ઉપરથી આવતી બસો ખાલી આવે છે જ્યારે અહીંથી જવામાં બસોનું ટ્રાફિક જોવા મળે છે. ભીડને પહોંચી વળવા અમરેલી ડીવીઝનમાં 10 ગાડીઓતો નિયમીત દોડે છે તે ઉપરાંત વધારાની એક બસની વ્યવસ્થા કરી છે. અમરેલી એસટી ડીવીઝનનાં દરેક ડેપોમાં દાહોદ, ગોધરા માટે બે ગાડીઓ રીઝર્વ રાખવામાં આવી છે.
આદીવાસી લોકોએ પોતાનાં વતન તરફ રવાનાં થતા હાલ અમરેલી જિલ્લામાં ખેતી સહિતનાં મજુરી કામોને વ્યાપક અસર જોવા મળી છે. અમરેલી એસટી ડિવીઝન ઉપરાંત ખાનગી લકઝરી બસોમાં પણ અત્યારથી જ ટ્રાફીક ફુલ થઇ ગયો છે. હવે આદિવાસી શ્રમિકો તહેવારો પુરા કરી પરત આવશે ત્યારે પણ ફરીથી ટ્રાફીક જામ જોવા મળશે. હાલ ખાનગી લકઝરી બસોમાં પણ ફાવે તેમ સોફાના ભાવ વસુલાતા હોવાની પણ ચર્ચા છે. બીજી તરફ શ્રમિકો ન હોવાથી ધંધા રોજગાર ઉપર અત્યારથી જ ડાઉન સ્થિતી સર્જાયેલી જોવા મળે છે.