અમરેલી એસટી ડેપોની આવકમાં રોજના બે લાખનો વધારો થયો

અમરેલી,
દિવાળી આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે એસટી બસોમાં આવતા જતા મુસાફરોના સતત ધસારા અને લાંબા અંતરની બસોમાં એડવાન્સ બુકીંગના કારણે અમરેલી ડેપોની આવકમાં રોજના ર.બે લાખનો વધારો થયો છે અને મોટા ભાગની બસો મુસાકરોથી ભરચકક જઈ રહી છે. અમરેલીમાં ખરીદી કરવા માટે આસપાસના 70 જેટલા ગામોમાંથી લોકોનો ધસારો શરુ થયો છે અને દિવાળીમાં બહારગામથી લોકો પરત ફરી રહ્યાં હોવાના કારણે એસટી બસોમાં ટ્રાફિકમાં વધારો થયો છે અને મોટા ભાગની બસો ફૂલ થઈને જઈ રહી છે.આ ઉપરાંત અમરેલી અસેટી ડેપોમાં ઓફલાઈન બુકીંગ કરાવવા માટે પણ લોકોનો ધસારો થઈ રહ્યો છે. આ અગાઉ અમરેલી ડેપોને રોજના રૂ. પ લાખની આવક થતી હતી તે હવે વધીને રૂ. 7 લાખ થઈ છે અને રોજની આવકમાં રૂ. બે લાખનો વધારો થયો છે.તેમ ડેપો મેનેજર અશોક કરમટાએ જણાવ્યુ હતુ. અમરેલીમાંથી દિવાળી સમયમાં તથા દિવાળી પછી અમદાવાદ, સુરત, રાજકોટ સહિતના વિસ્તારમાં જવા માટે પણ લોકો દ્વારા એડવાન્સ બુકીંગ કરવામાં આવી રહ્યુંછે અને મોટા ભાગની બસો ફલ થઈ ગઈ છે. એડવાન્સ બુકીંગમાં રૂબરૂ આવનારની રોજની રૂા.30 હજારની આવક થતી હતી તે વીને રૂ50 હજાર થઈ છે. આમ, અમરેલીજિલ્લામાં દિવાળીના તહેવારોમાં એસટીને સારી એવી આવક થઈ