અમરેલી એસટી ડેપોમાં રૂા.પાંચ હજારની લાંચ લેતા એટીઆઇ અને ડ્રાઇવર રંગે હાથ ઝડપાયા

  • અમરેલી એસટી ડેપોમાં ચાલતી હપ્તાખોરીનો પર્દાફાશ : નોકરી બાટવા માટે
  • અમરેલી એસીબીના ઇન્ચાર્જ શ્રી ડી.કે. વાઘેલાની ટીમનું સફળ ઓપરેશન : આસીસટન્ટ ટ્રાફીક ઇન્સપેક્ટર વતી એટીએમ કાર્ડથી નાણાં સ્વીકારતો ડ્રાઇવર ઝડપાઇ ગયો

અમરેલી,
અમરેલીના એસટી ડેપોમાં નોકરી બાંટવા માટે લેવાતી લાંચનો આજે પર્દાફાશ થતા ખળભળાટ મચી જવા પામ્યો છે એસટીના એક ડ્રાઇવરને ફરજ ફાળવવા માટે સાડા સાત હજારની લાંચ પૈકી પાંચ હજારની લાંચ સ્વીકારતા આસીસટન્ટ ટ્રાફીક ઇન્સપેક્ટર અને એસટીના ડ્રાઇવર અમરેલી એસીબીના ઇન્ચાર્જ અધિકારી શ્રી ડી.કે. વાઘેલાની ટીમ દ્વારા ગોઠવાયેલા છટકામાં સપડાય જતા ખળભળાટ મચી જવા પામેલ છે.
આ અંગેની વિગતો એવા પ્રકારની છે કે, અમરેલી એસટી ડેપોમાં ફરજ બજારવતા એક ડ્રાઇવરને નોકરી ફાળવવા માટે સાડા સાત હજારની લાંચ સુરેશભાઈ ગોવિંદભાઈ ચૌહાણ , ઉં.વ.56, ધંધો. નોકરી, આસિસ્ટન્ટ ટ્રાફિક ઇન્સ્પેક્ટર, વર્ગ.3 અમરેલી એસ.ટી.ડેપો, રહે. અમરેલીએ માંગી હતી ડ્રાઇવર કંડકટરને ફરજ અપાય અને તે ટ્રીપમાં જાય તેની ઉપર તેનો પગાર નક્કી થતો હોય છે).સુરેશ ચૌહાણે આ ડ્રાઇવર પાસેથી છેલ્લા એક માસ થી નોકરી નહી આપી પ્રાપ્ત રજા ગણવામાં આવતી હોઈ, જેથી તે ડ્રાઇવરે એટીઆઇ સુરેશ ચૌહાણને મળી પોતાની નોકરી લખવા રજુઆત કરતાં નોકરી લખવા પેટે રૂ.7,500/- ની લાંચની માંગણી કરી જે તે સમયે એટીઆઇએ રૂ.2,500/- સ્વીકારેલ અને બાકીના રૂ.5,000/- પગાર થયા બાદ આપવાનો વાયદો કરેલ જે પેટે ડ્રાઇવરનું એ. ટી. એમ. કાર્ડ અન્ય એક ડ્રાઇવર સુનીલભાઈ જશવંતભાઈ રાઠોડ ઉં.વ. 46 ધંધો. નોકરી, એસ. ટી ડ્રાઇવર વર્ગ 3 અમરેલી એસ ટી ડેપો રહે. અમરેલી એ લઈ લીધેલ અને બાકીના રૂ.5,000 એસીબીના પંચની હાજરીમાં હેતુલક્ષી વાતચીત કરી એટીઆઇએ લાંચની રકમ સ્વીકારી અને બીજા ડ્રાઇવર સુનીલે મદદગારી કરતા એસીબીએ બંને સામે ગુનો દાખલ કર્યો છે.