- ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે ઓક્સફર્ડ સ્કુલ દ્વારા કરાયેલી ખાસ વ્યવસ્થા : નિરંતર ઓનલાઇન શિક્ષણ સાથે વિદ્યાર્થીઓને માર્ગદર્શન
- કોરોના મહામારીને કારણે શિક્ષણ કાર્ય શરૂ રહે તે માટે
અમરેલી,
ઓક્સફર્ડ સ્કુલ -અમરેલી દ્વારા ધો. 6 થી 12 ના વિદ્યાર્થીઓને છેલ્લા ચાર મહિનાથી નિરંતર ઓનલાઈન શિક્ષણ કોરોના વાઇરસની વૈશ્વિક મહામારીના કારણે સમગ્ર ભારત દેશમાં છેલ્લા ચાર મહિનાથી લોક્ડાઉનની પરિસ્થિતિ છે ત્યારે શૈક્ષણિક કાર્ય તા. 15 માર્ચ થી બંધ થયેલ છે. આ મહામારીમાં વિદ્યાર્થીઓને નિયમિત શિક્ષણ મળતું રહે અને વિદ્યાર્થીઓ વિષયવસ્તુ થી દૂર ના જાય અને આ પરિસ્થિતિમાં માનસિક રીતે દુર્બળ બનવાને બદલે સબળ બને તે હેતુથી ઓક્સફર્ડ સ્કુલ- અમરેલી દ્વારા વેકેશન નો સદુપયોગ શિક્ષણ દ્વારા કરે તેને ધ્યાને લઇ છેલ્લા ચાર મહિનાથી એકપણ દિવસ નો બ્રેક પાડ્યા વગર નિયમિત રીતે સંસ્થાના જ શિક્ષકો દ્વારા વીડિઓ લેકચર અને મટીરીયલ્સ તથા હોમવર્ક ના માધ્યમથી શિક્ષણકાર્ય થઇ રહ્યું છે.વિદ્યાર્થીઓના અભ્યાસક્રમને લગતા મુંજવતા પ્રશ્નોનું મેસેજ કે ફોન દ્વારા સોલ્યુશન કરવામાં આવી રહ્યું છે. અને દર મહિને સંસ્થાના વિષય શિક્ષકો અને મેનેજમેન્ટ દ્વારા વાલીશ્રી સાથે ફોન દ્વારા વિદ્યાર્થીના અભ્યાસની ચર્ચા કરવામાં આવે છે.
તા.20 માર્ચથી તા. 7 જુન સુધી વિદ્યાર્થીઓને દરરોજ 2 કલાક ના વિડીયો લેકચર અને 2 કલાક નું હોમવર્ક આપવામાં આવતું.જયારે તા. 8 જુન ના રોજ વેકેશન ખુલ્યું ત્યારથી વિદ્યાર્થીઓને દરરોજ 3 કલાકના વિડીયો લેકચર અને 3 કલાકનું હોમવર્ક સ્ટડી મટીરીયલ દ્વારા આપવામાં આવે છે.આ શૈક્ષણિક કાર્ય માં શિક્ષકો અમુક કામ વર્ક ફ્રોમ હોમઅને બાકીનું કામ સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ 33% સ્ટાફ ની સંસ્થામાં ઉપસ્થિતિ પ્રમાણે કરવામાં આવી રહ્યું છે.આ મહામારી માં વિષય શિક્ષકો ખુબજ મજબુત મનોબળ થી કામ કરી રહ્યા છે જે અભિનંદન ને પાત્ર છે.
અમરેલી જીલ્લા માં કદાચ ઓક્સફર્ડ સ્કુલ એવી પ્રથમ શાળા હશે જે છેલ્લા ચાર મહિનાથી નિયમિત રીતે ઓનલાઈન શિક્ષણકાર્ય કરાવી વિદ્યાર્થીઓને અભ્યાસક્રમ અને આ વૈશ્વિક મહામારીની સંપૂર્ણ સમજણ આપતી હોય.
આ ઓનલાઈન શિક્ષણ એ 100% શિક્ષણ નથી પરંતુ આ વૈશ્વિક મહામારી માં વિદ્યાર્થીઓને શિક્ષણ અને સંસ્થા સાથે જોડી રાખવાનો નમ્ર પ્રયાસ છે.
ઓનલાઈન શિક્ષણ થી વાલી-વિદ્યાર્થીઓ સજાગ છે અને વાલીશ્રીઓએ પોતાના સંતાનો ના હિતમાં આ સીસ્ટમ વડે સંસ્થાને સપોર્ટ કર્યો છે.અને મેસેજ તથા ફોન દ્વારા સંસ્થાના સ્ટાફ અને મેનેજમેન્ટ ને અભિનંદન પણ પાઠવ્યા છે. તેમ સંસ્થાના સ્થાપક સ્વપ્નદ્રષ્ટા શ્રી મયુરભાઈ ગજેરા ,એજ્યુકેશનલ ડાયરેક્ટર શ્રી નિલેશભાઈ ગજેરા અને કેમ્પસ ડાયરેક્ટર શ્રી પ્રહલાદભાઈ વામજા જણાવે છે.