અમરેલી,
હાલના તબક્કે અમરેલી જિલ્લામાં દોઢ લાખ લોકો હોમ કવોરન્ટાઇન છે અને રોજના 25 થી 30 લોકો ઘરમાં સખણા બેસી રહેવાના બદલે બહાર રખડતા પકડાય રહયા છે ત્યારે જેના જેના ગામમાં સિક્કાવાળા લોકો છે તેને લાલ બતી ધરતા બનાવ નાના જીંજુડા અને ચાડીયા ગામે બનેલ છે.
આ ગામમાં હોમ કવોરન્ટાઇન લોકો બહાર નીકળતા તેની ઘર આસપાસના વિસ્તારોને કલેકટરશ્રી આયુષ ઓક દ્વારા કન્ટેનમેન્ટ જાહેર કરી સીલ કરી દેવામાં આવ્યા છે અને આખા ગામને બફર ઝોન જાહેર કરાયા છે જેના કારણે કન્ટેનમેન્ટ એરીયાના લોકો ઘરની બહાર તા. 23 થી 12-6 સુધી નહી નીકળી શકે અને બફર ઝોનમાં પણ મર્યાદિત અવર જવર થઇ શકશે માથે ખેતીની સીઝન હોય ત્યારે ગામમાં આવેલ હમવતની બેદરકારી દાખવે તો તેનું પરિણામ આખા ગામે ભોગવવુ પડે માટે ગ્રામજનો સાવચેત રહી હોમ કવોરન્ટાઇન વ્યક્તિને ઘર બહાર ન નીકળવા દે તે આખા ગામના હિતમાં રહેશે.