અમરેલી કલેકટરે ગાઇડલાઇનનુંપાલન કરાવવા ટીમ બનાવી

અમરેલી,
કોરોનાના સંક્રમણ વધવાાને કારણે સરકારની ગાઇડલાઇનનું પાલન કરાવા અમરેલીના કલેકટરે ટીમ બનાવી કડક અમલવારીની તાકીદ કરી છે.
કોરોના મહામારીનું સંક્રમણ વધવાના કારણે સરકારશ્રીની કોવિડ-19ની ગાઇડ લાઇન મુજબ અસરકારક પગલા ભરી જન આરોગ્યની ખેવના અંગે કલેકટરશ્રી દ્વારા અમરેલી શહેરમાં માસ્ક ન પહેરનારા સામે દંડનાત્મક પગલા ભરવા નાયબ મામલતદાર અને પોલીસના સમન્વય સાથે ટીમ બનાવવામાં આવી છે. સમગ્ર જનતાએ કોવિડ-19ની ગાઇડ લાઇનનું ચુસ્તપણે પાલન કરી માસ્ક ફરજીયાત પહેરવું. જેથી કરીને દંડનો લોકોએ સામનો ન કરવો પડે. હાલમાં કોરોનાનું સંક્રમણ વધતુ અટકાવવા સરકારશ્રી દ્વારા માસ્ક ફરજીયાત પહેરી ગાઇડ લાઇનનું પાલન કરવા વહીવટી તંત્ર દ્વારા લોકોને જણાવેલ છે. કોરોના માસ્કના અભાવે વધ્ાુ ફેલાતો હોય છે. જેથી લોકોએ પોતાના ઘરની બહાર નીકળતા પહેલા માસ્ક પહેરીને કોરોના સંક્રમણથી બચવુ જરૂરી બનેલ છે. આવા સંજોગોમાં સરકારશ્રીની ગાઇડ લાઇનના ઉલ્લંઘન સામે માસ્ક ન પહેરનારા લોકો પાસેથી દંડ વસુલવા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. આ દંડની કાર્યવાહી નાયબ મામલતદારની ટીમ દ્વારા કરવામાં આવી રહેલ છે. જેથી જાહેર જનતાએ દંડનો ભોગ ન બનવું પડે અને કોરોના ગાઇડ લાઇનનું પાલન થાય. તેના નિયમોને નજર સમક્ષ રાખી માસ્ક ફરજીયાત પહેરવા તંત્ર દ્વારા લોકોને જાહેર અપીલ કરવામાં આવે છે.