અમરેલી કલેકટર કચેરીએ હથીયાર પરવાનાની સુનાવણી પાછી ઠેલાઇ : નવી તારીખ જાહેર થશે

અમરેલી,અમરેલી જિલ્લા કલેકટર કચેરીની યાદીમાં જણાવાયું છે કે, પોલીસ તંત્ર દ્વારા હથીયાર પરવાનામાં નેગેટીવ રિપોર્ટ આવતા લાયસન્સ શા માટે રદ ન કરવા ? તેવી કલેકટરશ્રી દ્વારા નોટીસો આપવામાં આવેલ હતી પણ વર્તમાન સંજોગોને અનુલક્ષીને આ સુનાવણી પાછી ઠેલવામાં આવી હોવાનું અને હવે નવી તારીખો નક્કી કરી જાણ કરવામાં આવશે તેમ અખબારી યાદીમાં જણાવવાયું છે.