અમરેલી, કુંકાવાવ, વડિયાનાં 36.60 કરોડનાં રોડ કામો મંજુર

  • વિધાનસભાનાં વિરોધ પક્ષનાં નેતા શ્રી પરેશભાઇ ધાનાણીનાં પ્રયાસોથી
  • રાજ્ય હસ્તકનાં રૂા.21.10 કરોડ અને પંચાયત હસ્તકનાં રૂા.15.50 કરોડનાં રસ્તા મળી કુલ રૂા.36.60 કરોડનાં કામોને સરકારે મંજુરીની મહોર મારી જોબ નંબર પણ ફાળવી દીધા : હવે કામો શરૂ કરાશે

અમરેલી,
વિરોધ પક્ષનાં નેતા પરેશભાઇ ધાનાણીનાં પ્રયાસોથી કુંકાવાવ, વડીયા, અમરેલી તાલુકામાં સાત વર્ષથી વધુ સમયે રીકારર્પેટ ન થયેલ હોય તેવા રાજ્ય સરકારનાં રૂા.21.10 કરોડનાં અને પંચાયત હસ્તકનાં રૂા.15.50 કરોડનાં રસ્તાનાં કામો મળી કુલ રૂા.36.60 કરોડનાં કામો મંજુર કરવામાં આવ્યાં છે. સમગ્ર રાજ્ય અને ખાસ કરીને કુંકાવાવ, વડિયા, અમરેલી વિધાનસભા મત વિસ્તારમાં ગામોમાં રસ્તાનાં કામો માટે સરકારમાં 14-12-20નાં પત્રથી લેખિતમાં દરખાસ્ત કરેલ જેનાં પરિણામ સ્વરૂપ 36.60 કરોડનાં કામો મંજુર કરાતા જોબ નંબર પણ ફાળવી દીધેલ છે.
મંજુર થયેલા કામોની યાદી મુજબ મોટી કુંકાવાવ, નાની કુંકાવાવ, લુણીધાર રોડ 400.00 લાખ જાળીયા, હડાળા, માવજીંજવા રોડ, 390.00 અનિડા, ખજુરી, મેઘાપીપળીયા રોડ, 375.00 વાવડી ચોકી, ઇશ્ર્વરીયા, સનાળા, લાખાપાદર, ઇશ્ર્વરીયા રોડ, 360.00 ચાડીયા, લાપાળીયા રોડ વાયા સાજીયાવદર શંભુપરા રોડ, 495.00 અમરેલી કુંડલા રોડ, 90.00 અને પંચાયત હસ્તકનાં વડેરા નાનાભંડારીયા રોડ, 90.00 કેરીયાચાડ એપ્રોચ રોડ, 20.00 ખાખરીયા, ખડખડ, ભુખલી સાંથલી રોડ, 256.50 ઉજળા, તાલાળી, સનાળી રોડ, 120.00 મોટા ભંડારીયા સણોસરા રોડ, 120.00 બાબાપુર એપ્રોચ રોડ 20.00, મોટા માચિયાળા એપ્રોચ 20.00, શેડુભાર હરિપુરા રોડ 80.00, નવા ખીજડીયા એપ્રોચ 30.00, ખાનખીજડીયા એપ્રોચ રોડ 60.00, જશવંતગઢથી સ્ટેટ હાઇવે 27.00, ટીંબલા એપ્રોચ રોડ 15.00, મોટા માચીયાળા શેડુભાર રોડ 45.00, લાખાપાદર બાંભણીયા રોડ 60.00, ચિતલ લાતીબજાર રોડ 18.00, રાંઢીયા કાઠમા રોડ 22.50, રંગપુર વડેરા રોડ 52.50, નાના ભંડારીયા એપ્રોચ 15.00, હરિપુરા સુરગપરા રોડ 60.00, સુરગપરા એપ્રોચ રોડ 20.00, ફતેપુર ચાંપાથળ રાજસ્થળી રોડ 30.00, બક્ષીપુર એપ્રોચ રોડ 15.00, મોટા ગોખરવાળા સોનારીયા રોડ 60.00, શંભુપરા એપ્રોચ રોડ 30.00, કેરીયાચાડ ખડખંભાળીયા રોડ 45.00, મોરવાડા એપ્રોચ રોડ 30.00, ગાવડકાથી ચલાલા સ્ટેટ હાઇવો રોડ 15.00, તરવડા સરંભડા રોડ 60.00, નવા બાદનપુર એપ્રોચ રોડ 8.00, વાવડી તાલાળી રોડ 45.00, સણોસરા બાવીસી રોડ 60.00 મળી કુલ 15,49,50 લાખનાં કામોને મંજુર કરવામાં આવ્યાં છે તેમ વિરોધ પક્ષનાં નેતા શ્રી પરેશભાઇ ધાનાણીએ જણાવ્યું છે.