અમરેલી-કુંડલામાં પોલીસની ફલેગ માર્ચ : કીટ વિતરણ કરાઇ

એસપીશ્રી નિર્લિપ્ત રાય સાથે અમરેલીમાં ફલેગમાર્ચ,ડ્રોનની કામગીરી નિહાળી જરુરીયાતમંદ લોકોને મદદરૂપ બનતી પોલીસ :જેસીંગપરામાં કીટ અપાઇ , અમરેલી જિલ્લામાં પોલીસ તંત્ર દ્વારા ગોઠવાયેલી વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરી લોકડાઉનને સંપુર્ણ બનાવવા જરુરી સુચનાઓ આપતા રેન્જ આઇજી શ્રી અશોકકુમાર યાદવ
અમરેલી,
ભાવનગરના રેન્જ આઇજી શ્રી અશોકકુમાર યાદવે અમરેલીમાં કેમ્પ કર્યો છે આજે તેમની ઉપસ્થિતિમાં અમરેલી અને સાવરકુંડલામાં પોલીસની ફલેગ માર્ચ યોજાઇ હતી અને અમરેલીમાં ફલેગમાર્ચની સાથે ડ્રોનની કામગીરી નિહાળી હતી : તથા અમરેલીના એસપીશ્રી નિર્લિપ્ત રાય સાથે જરુરીયાતમંદ લોકોને મદદરૂપ બનવા માટે રેન્જ આઇજી શ્રી અશોકકુમાર યાદવના હસ્તે તથા એસપીશ્રી નિર્લિપ્ત રાયના વરદ હસ્તે અમરેલી શહેરના જેસીંગપરા વિસ્તારમાં ગરીબ લોકોને રાશનની કીટ અપાઇ હતી.
આ સમયે આઇપીએસ શ્રી સુશીલ અગ્રવાલ તથા રેન્જ કચેરીના રીડર પીઆઇ શ્રી પી.વી જાડેજા તથા અમરેલી સીટી પીઆઇ શ્રી વી.આર. ખેર તથા અમરેલી એલસીબીના શ્રી આર.કે કરમટા,એસઓજીના શ્રી જાડેજા,શ્રી મહેશ મોરી સહિતના પોલીસ અધિકારીઓ જોડાયા હતા.