અમરેલી ખાણ ખનીજ વિભાગનાં ભૂસ્તરશાસ્ત્રી શ્રી વ્યાસ દ્વારા રેતી ચોરોનો ચપાટો બોલાવ્યો

  • શેત્રુજી નદીના પટમાંથી રેતી ચોરી પકડી પાડી : 40 લાખનો મુદામાલ કબ્જે

અમરેલી,
અમરેલી ખાણ ખનિજ વિભાગ માં હાલ બે દિવસ પહેલા ભૂસ્તરશાસ્ત્રી તરીકે નિમણૂક થયેલા મહર્ષિ વ્યાસ દ્વારા કડક માં કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે મળતી માહિતી મુજબ અમરેલી તાલુકા નાં વિઠ્ઠલપુર ખંભાળિયા ગામ ના ખેડૂત દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી કે અમુક ઈસમો દ્વારા અમારી ગામ માંથી પસાર શેત્રુંજી નદી પટ્ટ માંથી રેતી ચોરી કરી ગામડાંઓના ગાડા માર્ગો ને બેહાલ કરી દીધા છે ત્યારે ખાણ ખનિજ અમરેલી ના રોયલ્ટી ઇન્સ્પેક્ટર રોહિતસિંહ આર. જાદવ તથા માઇન્સ સુપરવાઈઝર શ્રીપાલ ઠાકુર તથા તેમની ટીમ દ્વારા વહેલી સવારે વિઠ્ઠલપુર ખંભાળિયા ગામની શેત્રુંજી નદી પટ્ટ મા આકસ્મિક ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું તેમાં આઠ (8) ટ્રેકટરો પકડી સિઝ કરી રૂપિયા ચાલીસ (40)લાખ નો મુુદ્દામાલ જપ્ત કરી સમગ્ર મુુદ્દામાલ ખાણ ખનિજ વિભાગ ના કમ્પાઉન્ડ માં મુકવામાં આવ્યા હતો તથા આગળની દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.