અમરેલી ગજેરા સંકુલે ઓનલાઈન શિક્ષણમાં ગુજરાતમાં પ્રેરણાદાયી ઉદાહરણ પુરુ પાડયું

  • સફળતાપર્વક ડીઝીટલ એજયુકેશન અમલમાં મુકી શકયા છીએ : મનસુખભાઇ ધાનાણી

અમરેલી,
અમરેલી જિલ્લા લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ સુરત સંચાલિત શ્રી મતિ શાંતબેન હરિભાઈ ગજેરા શૈક્ષણીક સંકુલ-અમવેલી દ્વારા સમગ્ર ગુજરાતમાં ઉતમ ઉદાહરણ આપી શકય તે માટે વર્તમાન પરિસ્થિતને ધ્યાને લઈને ધો.8 થી 12, બી.એ, બી.કોમ, બી.એસ.સી, બી.બી. એ, બી.સી.એ તમામ વિદ્યાશાખાનું ઓનલાઈન એજયુકેશન સફળતાપૂર્વક ચાલુ કરીને સમગ્ર ગુજરાતમાં ડીઝીટલ એજયુકેશ માં ઉતમ ઉદારહણ પુરૂ પાડયુ છે. ધો.1 થી 5 માં ચાર કલાક તથા ધો.8 થી કોલેજ સુધીમાં પૂર્ણ છ કલાક શિક્ષણકાર્ય પધ્ધતિ અમલમાં મુકીને અગાઉના સમયમાં જે રીતે ફીઝીકલ મોડ માં કામ થતુ તેજ શિક્ષણકાર્ય ડીઝીટલ મોડ માં થાય છે. આ તકે ગજેરા સંકુલમાં સ્થાપનાકાળથી જ નિયામક તરીકે સેવા આપતા મનસુખભાઈ ધાનાણીની વહીવટીય કુશળતા તથા નિષ્પક્ષ, નિ:સ્વાર્થ તથા પારદર્શકતાના કારણે વર્તમાન કોરોના ણહામારીમાં પણ વિદ્યાર્થીનીઓની શિક્ષણની એકપણ મિનિટ વેડફાય નહી તે માટે સમગ્ર ગજેરા સંકુલ કેમ્પસમાં રોજના ધો.1 થી કોલેજ સુધીમાં 600 કલાક કરતા પણ વધારે કલાકોનું શિક્ષણકાર્ય ઓનલાઈન પધ્ધતિથી થઈ રશયુ છે ત્યારે નિયામક મનસુખભાઈ ધાનાણીએ જણાવ્યું હતુ કે વર્તમાન સમયે ખરેખર વેકેશન કયારે ખુલશે તે નકકી નથી ત્યારે કદાચ આખુ સત્ર કે સેમેસ્ટર ઓનલાઈન પધ્ધતિથિ શિક્ષણ પૂર્ણ કરવું પડે તો અણો સંપુર્ણ સજજ છીએ. જેમ અત્યાર સુધી અમારી પધ્ધતિ મુજબ, ડેઈલી ટેસ્ટ, મટિરિયલ્સ, કવાર્ટલી ટેસ્ટ, રીપીટેડલી, એમ વિધવિધ પાસાઓથી સફળ શિક્ષણ આપ્યુ એ જ પધ્ધતિથિ ઓનલાઈન શિક્ષણ અપાય છે. સંક્રુલના તમામ વિદ્યાર્થીનીઓ રોજે-રોજની ડેઈલી ટેસ્ટ ઓનલાઈન આપે છે. તથા શિક્ષકો ડેઈલી ઓનલાઈન તપાસે પણ છે. ખરાઅર્થમાં અમોએ ઓનલાઈન પધ્ધતી સફળ બનાવી છે ત્યારે અમોને અત્યારસુધી વિદ્યાર્થીઓ તથા વાલીઓનો સહકાર મળ્યો તેવો જ સહકાર વર્તમાન સમયે પણ મળે છે તે બદલ અમો વાલીઓના આભારી છીએ. ઓનલાઈન શિક્ષણમાં પૂર્ણ તથા સફળ પધ્ધતિથી સમગ્ર ગુજરાતનું પ્રેરણાસ્તોત્ર બન્યું છે ત્યારે સંકુલના નિયામક મનસુધભાઈ ધાનાણી, વિદ્યાર્થીનીઓ, વાલીઓ તથા ટીચીંગ સ્ટાફને સ્થાપક પ્રમુખ વસંતભાઈ ગજેરા, પ્રમુખ મનુભાઈ કાકડીયા,ઉપપ્રમુખ પરશોતમભાઈ ધામી, સેક્રેટરી બાબુભાઈ સાકરીયા કેમ્પસ ડાયરેકટર ચતુરભાઈ ખૂંટે અભિનંદન આપેલ છે.