અમરેલી ગાયત્રી મંદિર પાછળ ઠેબી નદી પોમલીપાટમાં બાળક ડૂબી જતા શોધખોળ શરુ

મામલતદાર પોલીસ ફાયર બ્રિગેડની તરવૈયા ટીમ શોધખોળમાં કામે લાગી

અમરેલી,
અમરેલી ગાયત્રી મંદિર પાછળ ઠેબી નદીમાં પોમલીપાટમાં અમરેલીનો એક તેર વર્ષનો જતીન રાજુભાઇ મોરી નામનો બાળક ડુબી જતા આ બનાવની જાણ થતા અમરેલીના મામલતદારશ્રી, પોલીસ સ્ટાફ તેમજ ફાયર બ્રિગેડની ટીમના હિતેષભાઇ સરતેજા અને ફાયરના તરવેૈયા સાથે નદીમાં ડેમનું ઓવરફલો થતુ પાણી બંધ કરાવી તરૂણની લાશ શોધવામાં કામે લાગી ગયા હતા અને હજુ સુધી તરૂણની લાશનો કોઇ પતો મળેલ નથી આ સમાચાર મળતા નદીકાંઠા વિસ્તારમાં લોકોના ટોળાઓ ઉમટી પડયા હતા.