અમરેલી જિલ્લાકક્ષાનું વાર્ષિક સંમેલન યોજાયું

અમરેલી,
અમરેલીમાં જિલ્લા એગ્રો ઇનપુટ એશો દ્વારા સીંનજેંટા ઇન્ડિયા પ્રા.લી.ના સહયોગથી વાર્ષિક સંમેલન યોજાયું હતુ જેમાં જિલ્લામાંથી આઠસોથી વધારે એગ્રોના વ્યવસાય સાથે જોડાયેલા વેપારીઓ સંમેલનમાં હાજર રહયા હતા આ પ્રસંગે વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કોૈશીકભાઇ વેકરીયા તથા અરવિંદભાઇ ટીંબડીયા, ડો.એચએમ ગાજીપરા, ડો.જીઆર ગોહીલ, ભાવેશભાઇ પીપળીયા, પરેશભાઇ નારોલ, વિક્રમસિંહ ગોહીલ તળાજા અને સીંનજેંટા ઇન્ડીયાના શ્રી મુકેશ શુકલા, શ્રી વિપુલ ખમાર સહિતે કૃષીલક્ષી માર્ગદર્શન આપ્યું હતુ નાયબ દંડક શ્રી કોૈશીકભાઇ વેકરીયાએ જણાવ્યું કે વેપારી,મીત્રો, ખેડુતોને મોેર્ગેજ વગર જંતુનાશક દવા તેમજ બિયારણ આપીને ખેડુતોને ઉત્પાદનમાં અને રાષ્ટ્રવિકાસમાં મહત્વનું યોગદાન આપો છો તેમ કહી બિરદાવ્યા હતા આ સંમેલનમાં સફળ બનાવવા જિલ્લા એગ્રો ઇનપુટ એસોના હોદેદારો સર્વ શ્રી રાજેશભાઇ કાથરોટીયા, મેહુલભાઇ ધોરાજીયા, અતુલભાઇ ભાદાણી, ભાવેશભાઇ આદરેસણા, કાનજીભાઇ લાખાણી, મહેશભાઇ ફળદુ તેમજ ગુજરાત ફેડરેશનના કિરણભાઇ પટેલ, પ્રણવભાઇ વિરાણી, નરેશભાઇ કુંજડીયા, કેબી ગોંડલીયા અમરેલી, દિનેશભાઇ પોપીયા બાબરા, અતુલભાઇ કાછડીયા લાઠી, મહેશભાઇ કાછડીયા વડીયા, જયસુખભાઇ ધારીયા બગસરા, અરવિંદભાઇ લીંબાસીયા ચિતલ, વિનુભાઇ કાથરોટીયા ધારી, ભગુભાઇ ભુંકણ ખાંભા, હિંમતભાઇ હડીયા રાજુલા, ધીરૂભાઇ વઘાસીયા કુંડલા, રસીકભાઇ લાઠીયા દામનગર, ભાવેશભાઇ ડોબરીયા જાફરાબાદ, રજનીભાઇ વોરા લીલીયા, અરવિંદભાઇ પાનસુરીયા ચલાલા, બાવકુભાઇ બોરીચા વિજપડી, પરેશભાઇ રાણપરીયા કુકાવાવ તેમજ કોર કમીટીના સભ્ય જગદીશભાઇ તળાજા, બીરેનભાઇ કાબરીયા, જયમીનભાઇ પરવાડીયા, પ્રવીણભાઇ ડુંગરાણી, નવનીતભાઇ ધાનાણી તથા એગ્રો ઇલેવન કારોબારી સભ્યો હોદેદારોએ સંમેલનને સફળ બનાવ્યું હતું.