અમરેલી જિલ્લાનાં અઢીસો ગામમાં કોરોનાને નો એન્ટ્રી

  • એક અઠવાડીયામાં અમરેલી શહેરમાં 1000 અને સાવરકુંડલા શહેરમાં 851 રેપીડ ટેસ્ટ અને કલેકટરશ્રી આયુષ ઓકના આગોતરા પગલાથી
  • 300 જેટલા કોવિડના દર્દીઓને ઘેર બેઠા સારવાર : દર્દી પાસેથી 1 હજાર ડીપોઝીટ લઇ ઓક્સિમીટર આપવામાં આવી રહયુ છે : તંત્ર દ્વારા જડતાથી નહી પણ વ્યવહારૂ પગલા
  • ખાનગી ડોકટરો ન પરવડે તે લોકોને ફોન ઉપર માર્ગદર્શન : દર્દીના ઘેર જગ્યાનો અભાવ હોય તો પરિવારજનોને સબંધીને ત્યાં રાખવામાં આવશે : ગુજરાતમાં નમુનેદાર કામગીરી

અમરેલી,(ડેસ્ક રિપોર્ટર)
દેશભરમાં કોરોના હાહાકાર મચાવી રહયો છે ત્યારે લોકડાઉનના 54 દિવસ સુધી અમરેલી જિલ્લાના લોકોને સુરક્ષીત રાખનાર અને જિલ્લાને ગ્રીનઝોન રાખનાર અમરેલી કલેકટરશ્રી આયુષ ઓક દ્વારા જિલ્લામાં સુચારૂરૂપે લેવાય રહેલા પગલાઓ અને આગોતરા આયોજનના પગલે સૌરાષ્ટ્રના બીજા જિલ્લાઓ કરતા અમરેલીની હાલત સારી છે કારણકે આ જિલ્લામાં કોરોનાના હાહાકારવાળા સેન્ટરમાંથી ગુજરાતભરમાં સૌથી વધ્ાુ ત્રણ લાખ લોકોની અવર જવર થઇ ચુકી છે ત્યાં કોરોના કાબુમાં છે અને બીજા શહેરોની સરખામણીમાં ઓછા કેસ આવી રહયા છે જો કે અમરેલી શહેરમાં કેસનું પ્રમાણ સૌથી વધ્ાુ છે અને અમરેલી તાલુકામાં અઢી ટકા જેવુ પ્રમાણ છે આમ છતા સાડા છસો કરતા વધારે ગામો ધરાવનાર અમરેલી જિલ્લાનાં અઢીસો ગામડા આજે પણ એવા છે કે જ્યાં કોરોનાએ પગ નથી મુક્યો.કોરોનાનાં સંક્રમણને વહેલાસર ઓળખી અને પકડી પાડવા માટે કલેકટરશ્રી આયુષ ઓક દ્વારા સ્ટ્રેટ્રેજી બનાવાઇ છે તેના ભાગરૂપે છેલ્લા એક અઠવાડીયામાં અમરેલી શહેરમાં 1000 અને સાવરકુંડલા શહેરમાં 851 કોરોનાનાં રેપીડ ટેસ્ટ કરવામાં આવ્યા છે.હાલમાં 1300 ઉપરાંતનાં કેસ નોંધાઇ ચુક્યા છે અને સરેરાશ 300 થી વધ્ાુ દર્દીઓ એક્ટીવ છે ત્યારે સ્વભાવિક જ હોસ્પિટલમાં જગ્યા ખુટી પડે તેવી હાલત ન સર્જાય તે માટે કલેકટરશ્રી આયુષ ઓક દ્વારા આગોતરા પગલાઓના ભાગરૂપે બિમારીના લક્ષણ ન ધરાવનાર દર્દીઓને હોમ આઇસોલેટ કરવામાં આવી રહયા છે અત્યારે આવા 300 જેટલા દર્દીઓને હોમ આઇસોલેટ કરવામાં આવ્યા છે જેમાં દર્દીઓને તેની પાસેથી ડીપોઝીટ પેટે 1 હજાર લઇ ઓક્સિમીટર આપી દેવામાં આવે છે જેમાં તેનું ઓક્સિજનનું લેવલ અને ધબકારા મપાતા રહે છે તેમાં જો કાઇ ફેરફાર થાય તો દર્દી જાણ કરે ત્યારે તેને હોસ્પિટલમાં દાખલ કરી સારવાર આપવામાં આવે છે આ ઉપરાંત હદય, કીડની, ડાયાબીટીસ, બ્લડપ્રેશર જેવી ગંભીર બિમારીઓ વાળા દર્દીઓને તેમનો જીવ બચાવવા માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે.ગાઇડલાઇનમાં એવી જોગવાઇ છે કે હોમ આઇસોલેટ થયેલા દર્દી માટે સેપરેટ રૂમ એટેચ ટોયલેટ હોવો જોઇએ પણ જો આવુ ન હોય તો દર્દીના પરિવારજનોને તેમને સબંધીને ત્યાં મોકલી આપી દર્દીને ઘેર રહેવા દેવાની વ્યવહારૂ સુવિધા પણ તંત્ર દ્વારા અપાઇ રહી છે કલેકટરશ્રી આયુષ ઓકે જણાવ્યુ હતુ કે હોમ આઇસોલેટ દર્દીની વિડીયો કોલીંગથી દેખરેખ રખાય છે આ દર્દીઓ માટે સ્માર્ટફોન હોવો જરૂરી છે કોવિડના 30 થી 35 ટકા દર્દીઓને હોમ આઇસોલેટ કરી અને ગંભીર લક્ષણો વાળા દર્દીઓને હોસ્પિટલમાં રાખી ઘનીષ્ઠ સારવાર કરવાનું આયોજન હોવાનું પણ કલેકટરશ્રીએ જણાવેલ.