અમરેલી જિલ્લાનાં ઔદ્યોગીક ક્ષેત્રમાં ખંડણીખોરોનો પર્દાફાશ

અમરેલી,(ક્રાઇમ રિપોર્ટર)
હાલમાં રાજ્ય સરકાર દ્વારા વ્યાજખોરી નાબુદી ઝુંબેશ શરૂ હોય, જે અનુસંધાને ડી.જી.પી. શ્રી ગાંધીનગર દ્વારા વ્યાજખોરી નાબુદી કરવા સારૂ સ્પેશ્યલ ડ્રાઇવનુ આયોજન કરેલ હોય, જે અંગે ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમારએ સમગ્ર ભાવનગર રેન્જના જિલ્લાઓમાં વ્યાજખોરી નાબુદ થાય તે માટે તાત્કાલીક કાર્યવાહી કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહએ પો.સ્ટે. વિસ્તારમાં આવેલ ઔધોગીક એકમો માં કામ કરતા કોન્ટ્રાકટરો, વેપારીઓ, મજુરો, સુરક્ષીત રહીને પોતાના ધંધા રોજગાર કરી શકે અને ખંડણી,લુંટ, કે હુમલા, જેવા બનાવો ન બતે તે માટે તકેદારી રાખવા સુચના આપેલ અને પો.સ્ટે. વિસ્તારમાં લોકદરબાર ભરી લાયસન્સ વગર તેમજ ઉંચા વ્યાજે નાણાધીરધાર કરનાર ઇસમો વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરી તાત્કાલીક કાયદેસરની કાર્યવાહી કરવા સુચના ગ આપેલ હોય તેમજ સાવરકુંડલા વિભાગ સાવરકુંડલા નાયબ પોલીસ અધિક્ષકશ્રી એચ.બી. વોરા સા.એ આપેલ જરૂરી માર્ગદર્શન આધારે પીપાવાવ મરીન પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ.શ્રી ડી.બી.મજીઠીયા દ્વારા લોકદરબાર ભરી લોકોને જાગૃત કરેલ અને પીપાવાવ મરીન પો.સ્ટે. વિસ્તારના કોવાયા ગામે આવેલ અલ્ટાટ્રેક સિમેન્ટ કંપનીમાં પેટાકોન્ટ્રાક્ટમાં નોકરી કરતા સાબુ થનકચંદ યોહાના ઉ.વ- 44 ધંધો- પ્રા.નોકરી રહે. મુળ-કેરાલા ગામ- પલ્લીપાડ ચેકઓ ટુ કીઝાથીલ હાલ રે- કોવાયા અલ્ટાટ્રેક જી.સી.ડબલ્યુ કોલોની તા- રાજુલા વાળાએ ગેરકાયદેસર વ્યાખોરીની પ્રવૃતિ કરતા તથા કંપનીમાં કોઇ કામકાજ ન કરતા હોવા છતા બળજબરીથી ખંડણી માંગતા શખ્સો વિરૂધ્ધ ફરીયાદ આપતા ગુન્હો રજી. કરી ગણતરીની કલાકોમાં તમામ આરોપીઓને પકડી પાડી મરીન પીપાવાવ પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.
આ બનાવની વિગતો એવી છે કે સાબુ થનકચંદ કોવાયા ગામે અલ્ટ્રાટ્રેક સિમેન્ટ કંપનીમાં આવેલ પેટા કંપની એ.જે.ઇલેક્ટ્રીકલ્સ કંપનીમાં નોકરી કરતા હોય અને આરોપીઓ પાસેથી 10 વર્ષ પહેલાથી આજ દીન સુધી કુલ રૂ, 35,00,000/- (પાંત્રીશ લાખ) ત્રણ ટકા વ્યાજે લીધેલ, અને તેના વ્યાજ પેટે કુલ રૂ, 1,30,40,000/- (એક કરોડ ત્રીશ લાખ ચાલીશ હજાર) રોકડા રૂપીયા, તથા ફરિયાદી અને કંપનીના માલીકની મિલ્કત, જેમાં રાજુલા તાલુકાના હિંડોરણા ગામે આવેલ પ્લોટ નં-19 નો અસલ દસ્તાવેજ નં-581/2016, તથા રાજુલા સુર્યા બંગ્લોઝમાં મકાન નં- 22 નો અસલ દસ્તાવેજ નં- 2532/2011, તેમજ એસ.બી.આઇ.બેન્ક કોવાયા બ્રાન્ચના એ.જે.ઇલેકટ્રીકલ્સ નામની કંપનીના ચેકો, બળજબરીથી પડાવી લીધેલ અને મુદ્લ તથા વધુ વ્યાજની પઠાણી ઉઘરાણી કરતા હોય તેમજ આરોપી લક્ષ્મણભાઇ સાર્દુળભાઇ વાઘ કંપનીમાં કોઇ કામ ન કરતો હોવા છતાં ફરિયાદી પાસેથી ખંડણી પેટે વર્ષ-1999 થી વર્ષ-2003 સુધી દર મહીને રૂ, 10,000/- લેખે કુલ રૂ, 4,80,000/- તથા વર્ષ-2004 થી વર્ષ- 2007 દરમ્યાન દર મહીને રૂ, 20,000/- લેખે કુલ રૂ, 9,60,000/- તેમજ વર્ષ-2008 થી વર્ષ-2018 સુધી દર મહીને રૂ, 30,000/- લેખે કુલ રૂ, 3,96,0000/- મળી વર્ષ-1999 થી વર્ષ-2018 સુધી ખંડણી પેટે કુલ રૂ, 54,00,000/- (ચોપ્પન લાખ) બળજબરીથી પડાવી લીધેલ તેમજ આરોપી દાનુભાઇ વિરાભાઇ નોળ કંપનીમાં કોઇ કામ ન કરતો હોવા છતા ફરિયાદી પાસેથી વર્ષ-2013 થી વર્ષ-2018 સુધી દર મહીને ખંડણી પેટે રૂ, 10,000/- લેખે કુલ રૂ, 7,20,000/- બળજબરીથી પડાવી લીધેલ તેમજ ફરિયાદીએ વર્ષ 2018 થી વર્ષ 2022 સુધી કોઇ ખંડણીની રકમ આપેલ ન હોય જેથી ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી ફરિયાદીને કોવાયા ગામે આવેલ ઓફીસે બોલાવી બળજબરીથી 3,90,000/- ના બે કોરા ચેક લઇ લીધેલ હોય પોલીસે ભગવાનભાઇ ટપુભાઇ વાઘ ઉ.વ- 41 ધંધો-પ્રા.નોકરી, બાલુભાઇ વાજસુરભાઇ લાખણોત્રા ઉ.વ- 45 ધંધો-પ્રા.નોકરી, રામભાઇ ઉર્ફે રામભાઇ ટોપી રાજાભાઇ લાખણોત્રા ઉ.વ- 50 ધંધો- ખેતી, સુરેશભાઇ ભક્તિરામ અગ્રાવત ઉ.વ- 49 ધંધો-પ્રા.નોકરી, લક્ષ્મણભાઇ સાર્દુળભાઇ વાઘ ઉ.વ-63 ધંધો-ખેતી, વિક્રમભાઇ સુમરાભાઇ લાખણોત્રા ઉ.વ- 33 ધંધો-કોન્ટ્રાકટર, દુલાભાઇ સાદુભાઇ લાખણોત્રા ઉ.વ-51 ધંધો-પ્રા.નોકરી, દાનુભાઇ વિરાભાઇ નોળ ઉ.વ-32 ધંધો-કોન્ટ્રાકટર, લાભુભાઇ બાલુભાઇ વાઘ ઉ.વ- 34 ધંધો- ઇલેકટ્રીકલ મુળ જોલાપુર હાલ રહે. તમામ કોવાયા તા- રાજુલાને પકડી પાડયા હતા.
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહની સુચના તથા સાવરકુંડલા વિભાગ સાવરકુંડલા નાયબ પોલીસ અધિક્ષકશ્રી એચ.બી.વોરાએ આપેલ માર્ગદર્શન હેઠળ પીપાવાવ મરીન પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ.શ્રી ડી.બી.મજીઠીયા તથા એ.એસ.આઇ. હિંમતભાઇ રાઠોડ તથા મનસુખભાઇ મકવાણા તથા હેડ.કોન્સ. પ્રવિણભાઇ બારીઆ તથા ઇન્દ્રજીતસિંહ ગોહીલ તથા પો.કોન્સ. અજયભાઇ વાઘેલા તથા મહેશભાઇ ખેરાળા તથા ભલાભાઇ ગમારા તથા મનુભાઇ બાંભણિયા તથા હારીતસિંહ સરવૈયા તથા સંજયભાઇ ચાવડા તથા કુલદીપસિંહ પરમાર વિગેરે પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ આ પ્રકારના બનાવો અન્ય કોઇ વ્યક્તિઓ સાથે બનેલ હોય કે કોઇ અસામાજીક તત્વો દ્વારા વગર લાયસન્સે વ્યાજે પૈસા આપી ડરાવી ધમકાવી, ધાક-ધમકી આપી, બળજબરીથી ઉંચુ વ્યાજ, તથા ખંડણી, હપ્તા, માંગવામાં આવતા હોય તો પીપાવાવ મરીન પો.સ્ટે .તથા નાયબ પોલીસ અધિક્ષક સા.શ્રી.ની કચેરી સાવરકુંડલા વિભાગ, સાવરકુંડલા નો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવે છે.