અમરેલી જિલ્લાનાં કુલ 38 સેન્ટરોમાં આજે ડ્રાયરન યોજાશે

  • પ્રાઇવેટ સેન્ટર વાઇઝ 25 લાભાર્થીઓને લેવામાં આવ્યાં : કોવિડ પોર્ટલ પર તમામ એન્ટ્રી પુર્ણ

અમરેલી,
અમરેલી જિલ્લામાં આજે આરોગ્ય તંત્ર દ્વારા 38 સેન્ટરોમાં ડ્રાયરન યોજવા આયોજન કરવામાં આવ્યું છે.
ર્ભપૈગ-19 વેકસીન ડ્રાયરન અંતર્ગત અમરેલી જિલ્લાના કુલ 38 સેન્ટર ખાતે ડ્રાયરન તારીખ 8-1-2021 ના રોજ આયોજન કરવામાં આવેલ છે. રાજ્યકક્ષાએથી મળેલ સૂચના મુજબ દરેક સેન્ટર ખાતે ત્રણ રૂમની વ્યવસ્થા કરવામાં આવેલ છે. લાભાર્થીઓ તરીકે આરોગ્યના કર્મચારીઓ તેમજ પ્રાઇવેટ સેન્ટરવાઇઝ 25 લાભાર્થીઓ લેવામાં આવેલ છે. કોવિન પોર્ટલ 5ર તમામ એન્ટ્રી પૂર્ણ કરવામાં આવેલ છે તથા વેકસીનેટરની યાદી પણ તૈયાર કરવામાં આવેલ છે.
વેકસીન ડ્રાયરન જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, અર્બન આરોગ્ય કેન્દ્ર, , સામુહિક આરોગ્ય કેન્દ્ર, સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલો તેમજ પ્રાઇવેટ હોસ્પિટલો તથા આઉટરીચ એરીયાની શાળાઓમાં યોજાનાર છે. તેમ આરોગ્ય સુત્રો દ્વારા જણાવાયું છે.