અમરેલી જિલ્લાનાં ગામડાઓમાં એક સપ્તાહમાં જ એસપીશ્રી નિર્લિપ્ત રાય કેમ્પ યોજવાની શરૂઆત કરશે

  • ગામડા ગામમાં ગુંડાઓને નાથવા એસપીશ્રી નિર્લિપ્ત રાય મેદાનમાં
  • અમરેલી જિલ્લાના રાજુલા, ચલાલા, સાવરકુંડલાના ગામડાઓમાં દોઢસો રૂપીયે વીઘો જમીન સહિતના મુદે આગવી ઢબે કેમ્પ કરશે શ્રી નિર્લિપ્ત રાય

અમરેલી,
મોટા મોટા મગરમચ્છોને જાળમાં પુરી નાના નાના ગામડાઓમાં છુટી છવાઇ દાદાગીરી કરતા દાદાઓથી ગ્રામજનોને કાયમી ધોરણે મુક્તિ અપાવવા માટે અને કાયદો વ્યવસ્થા કાયમ કરવા તથા લોકોને કાયદા ઉપર વિશ્ર્વાસ બેસે અને લુખ્ખાઓમાં કાયદાની ધાક બેસે તે માટે એસપીશ્રી નિર્લિપ્ત રાય દ્વારા અનોખા પગલા લેવાનારા હોવાનું જાણવા મળેલ છે.અમુક ગામડાઓમાં પાણીને પાડ જમીનોના દસ્તાવેજો થયા હોવાનું જાણવા મળતા અને ગામડાઓમાં ચાલતી ગુંડાગીરીઓને નાથવા માટે શ્રી નિર્લિપ્ત રાય દ્વારા એક્શન પ્લાન તૈયાર કરાયો છે દોલતી, વડ, વડલી, લુવારા, સરંભડા, ગોપાળગ્રામ, પાદગઢ, રબારીકા, સેંજળ જેવા ગામોમાં કેમ્પ કરવાનો નિર્ણય લેવાયો છે અને આના માટે એક સપ્તાહમાં જ ગામડાઓમાં શ્રી નિર્લિપ્ત રાય ખુદ જઇ અને લોકોની કાયદો વ્યવસ્થાને લગતી મુશ્કેલીઓ જાણી તેનો નિકાલ કરવાની શરૂઆત કરનાર હોવાનું આધારભુત વર્તુળોમાંથી જાણવા મળેલ છે.