અમરેલી જિલ્લાનાં ગામે ગામ કોરોનાનો મુકામ 23 પોઝિટિવ કેસ : નવા 33 શંકાસ્પદ દર્દી દાખલ

  • સુરત અમદાવાદથી 2 હજાર કરતા વધ્ાુ લોકો બુધવારે અમરેલી જિલ્લામાં આવ્યા
  • સાવધાન : આજે ગામે ગામ આવી રહેલ કોરોના કાલે શેરીએ શેરીએ આવશે અને તેને ઘરમાં આવતો કોઇ રોકી નહી શકે : જે પ્રથમ પાંચ પોઝિટિવ કેસ આવ્યા તેમાંથી બે ના તો મંગળવારે મૃત્યુ થઇ ચુક્યા છે

અમરેલી,
કોરોનાના ગઇ કાલે 26 કેસ આવ્યા બાદ આજે સવારે પાંચ કેસના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા જેમાં કુંડલાના ખોડીયાણા, ઓળીયા, અમરેલીના કેરીયા રોડ અને જાફરાબાદના પીપળીકાંઠા તથા અમરેલીના મોટા ભંડારીયાના દર્દીઓનું લેવાયેલ સેમ્પલ પોઝિટિવ આવ્યા હતા જેમાં મોટા ભંડારીયા અને પીપળીકાંઠાના દર્દીઓના કાલે મંગળવારે જ મૃત્યુ થયા હતા સવારના 5 પોઝિટિવ રિપોર્ટ આવ્યા બાદ સાંજે શરદી, તાવ, ઉધરસના લેવાયેલા સેમ્પલોમાંથી વધ્ાુ 19 પોઝિટિવ કેસ આવતા બુધવારે 24 પોઝિટિવ કેસ આવ્યા છે અને તે સાથે જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 402 થઇ છે અને 245 લોકો કોરોના સામે લડી ઘેર ગયા છે જ્યારે 141 સારવારમાં છે.
સાંજે આવેલા પોઝિટિવમાં લાઠીના શાખપુરના વૃધ્ધા તથા લાઠી ભાજપ આગેવાનના 77 વર્ષના પિતા, ખાંભાના સરાકડીયાના 43 વર્ષની મહિલા અને 45 વર્ષના પુરૂષ તથા જામકાના 17 વર્ષના યુવાન અને ડાઢીયાળીના 35 વર્ષના યુવાન તથા લીલીયાના લોકાના 55 વર્ષના પુરૂષ રાજુલાના ખંભાળીયાના 62 વર્ષના મહિલા, મોરંગીના 29 વર્ષના યુવાન, ધારીના દેવળામાં 55 વર્ષના પુરૂષ, બગસરાના જીનપરામાં 35 વર્ષના યુવાન, સ્વામી વિવેકાનંદ સોસાયટીમાં 32 વર્ષના યુવાન, કુંડલાના વંડાના 65 વર્ષના વૃધ્ધ, મોટા જીંજુડાના 35 વર્ષના યુવાન, કુંકાવાવના ખજુરી પીપળીયાના 26 વર્ષના યુવાન, દેવળકીના 69 વર્ષના વૃધ્ધ, ધારીના 37 વર્ષના યુવાન, બાબરાના ધરાઇના 55 વર્ષના પુરૂષ તથા ખાંભાના 32 વર્ષના પુરૂષનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત અમરેલીના કોરોનાના શંકાસ્પદ વોર્ડમાં સુડાવડ, રાયડી, જરખીયા, અમરેલી અમૃતનગર, ધારીના 2, દામનગર, રાયપર, આંબરડી, અમરેલી લીલીયા રોડે ફારમવાડી પાસે, ચિતલ રોડે ગુરૂકૃપા નગર, અમરેલી સંકુલ પાછળ 2, દામનગરનું ભટવદર, બગસરા વાંજાવાડ, ખત્રીવાડ, નવા જીનપરા, સ્વામી વિવેકાનંદ સોસાયટી, રાજુલાના મોટી ખેરાળી, લીલીયાના અંટાળીયા, લીલીયા સાંઇનાથ પ્લોટ, ગાધકડા, સીમરણ, જીરા, વાવડા, લાઠી દરબાર ચોક, વિઠલપુર ખંભાળીયા, રસનાળ, ઠાસા, શાખપુર, દેવળા, ચિખલી, ધરાઇ અને ધારી વૃંદાવન સોસાયટીનો સમાવેશ થાય છે.