અમરેલી જિલ્લાનાં છ જળાશયોમાં નવા નીર આવ્યા

અમરેલી,
અમરેલી જિલ્લામાં સર્વત્ર મેઘમહેર થતા તમામ નદીઓ અને નાળાઓ તથા વોકળાઓ અને ખારાઓ સજીવન થઇ ગયા છે જેને કારણે અમરેલી જિલ્લાનાં કુલ 10 જળાશયોમાંથી છ જેટલા જળાશયોમાં નવા નીરની આવક થયેલ છે. અમરેલી સિંચાઇ વિભાગના જણાવ્યા અનુસાર ધારી ખોડીયાર ડેમમાં 32,077 ક્યુસેક નવુ પાણી આવ્યું જ્યારે વડીયામાં હાલની સપાટી 129.90 મીટર ભરેલ છે. મુંજીયાસરમાં 4200 ક્યુસેક પાણી નવુ આવેલ. ધાતરવડી-1 – 6,670 ક્યુસેક નવા નીરની આવક થયેલ છે. જ્યારે રાયડી ડેમમાં 10.50 ફુટ નવા નીરની આવક થયેલ છે.જયારે જાણવા મળતી માહીતી અનુસાર સાવરકુંડલાના શેલ દેદુમલમાં પણ પાણીની નવી આવક શરૂ થઇ છે.