અમરેલી,સોનાના ઘરેણા ઉપર હોલમાકિર્ંગની યુનિક આઇડી એટલેકે એચયુઆઇડીને લઇને જ્વેલર્સોમાં ભારે નારાજગી વ્યાપી છે જેના પડઘા સ્વરૂપે આજે દેશભરમાં જ્વેલર્સોએ એક દિવસની હડતાલ પાડી છે. જ્વેલર્સોનું કહેવું છે કે, હોલમાર્ક તો ઠી છે પણ એચયુઆઇડી કોઇપણ સંજોગોમાં સ્વિકાર્ય નથી. જેમાં ગુજરાતનાં જ્વેલર્સો હડતાલમાં જોડાતા એક દિવસની હડતાલથી રૂા.500 કરોડનું ખરીદ વેંચાણ અટકી પડ્યું છે. પ્રતિક હડતાલ બાદ પણ સરકાર આ મુદ્દે યોગ્ય નિર્ણય નહીં લે તો સંગઠન દ્વારા વધ્ાુ રજુઆત કરવામાં આવશે. ગુજરાત અને અમદાવાદ જ્વેલર્સ એસોસીએશનનાં અગ્રણીઓનાં જણાવ્યા મુજબ સરકાર દ્વારા થોડા મહિનાઓ પહેલા જ ફરજીયાત એચયુઆઇડીનાં કાયદાનો અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે જેના કારણે સરકાર અને તંત્ર દ્વારા ગ્રાહકોને ટ્રેક કરતા આવતા હોવાની જ્વેલર્સની ફરિયાદ છે. જે અયોગ્ય છે. આ ઉપરાંત દેશમાં એચયુઆઇડી માટેનાં પુરતા સેન્ટરો નહીં હોવાનાં કારણે જો દાગીનો તૈયાર કરવામાં આવે અને તેના માટે એચયુઆઇડી માટે મોકલવામાં આવે ત્યારે અઠવાડીયું રાહ જોવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થઇ શકે છે. જેમાં ગ્રાહક આટલો સમત રાહ ન જુએ તો જ્વેલર્સનો ધંધો બગડી શકે છે. દેશભરમાંથી આ કાયદાનાં વિરોધ કરવા માટે નેશનલ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી હતી. જેમાં ગુજરાતનાં પણ પ્રતિનિધિ તંત્ર સમક્ષ ટાસ્ક ફોર્સ દ્વારા રજુઆતો કરવા છતા આ દિશામાં કોઇ નિર્ણય લેવાયો નથી.