અમરેલી જિલ્લાનાં ટેકનિકલ કર્મચારીઓ આંદોલનનાં માર્ગે

અમરેલી, ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ અને તેની સંકલન કંપની ઓના ટેકનિકલ કર્મચારીઓએ ’ગુજરાત ઊર્જા કમેચારી હિત રક્ષક સમિતિ’ ના નેજા હેઠળ પડતર પ્રશ્નો અંગે આંદોલનના માર્ગે ગયા છે. કર્મચારીઓનાં પ્રશ્ર્નો લેવાશે. વગે-4 માંથી વગે-3 માં સમાવી વિસંગતતા દૂર કરવી. પરીપત્રો ની વિસંગતતા દૂર કરવી, લાઈફરિસ્ક એલાઉન્સ આપવા બાબત, ફિલ્ડ એલાઉન્સની વિસંગતતા દૂર કરવી, ઓવર ટાઈમ તથા કામના કલાકો નક્કી કરવા, ઈલેક્ટ્રીક આસિસ્ટન્ટ (વિ/એસ) પાંચ વર્ષના સમયગાળામાં ફેરફાર કરવા માંગ સાથે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન શરૂ કર્યાનું જાણવા મળ્યું છે.