અમરેલી જિલ્લાનાં તબીબો અચોક્કસ મુદ્દતની હડતાલમાં જોડાયાં

અમરેલી,
સરકારી તબીબોની વિવિધ પડતર માગણીઓ સંદર્ભે સરકાર દ્વારા માગણીઓનો સૈદ્ધાંતિક રીતે વારંવાર સ્વીકાર કરવા છતા પણ અમલવારી કરવામાં આવતી ન હોવાના મુદ્દે અમરેલી જિલ્લામાં સરકારી તબીબો અચોક્સ મુદત માટે હડતાલ પર ઊતરી જતા ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્ય સેવા મહદઅંશે ઠપ્પ થઈ ગઈ છે.
આ અંગેની વિગતો આપતા તબીબ યુનિયનના ડા. સિંહાએ જણાવ્યં કે, અમરુેલી જિલ્લામાં આવેલી 1 જિલ્લા હાસ્પિટલ, બે સબ જિલ્લા હાસ્પિટલ, 11 સીએચસી અને 42 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા 90 સરકારી તબીબો હડતાલ પર ઊતરી ગયા છે. અમરેલી ખાતે આવેલી સિવિલ હાસ્પિટલમાં રાજ્ય સરકારના તબીબો હડતાલ પર છે જ્યારે હાસ્પિટલ અને મેડિકલ કાલેજ સંભાળનાર ગજેરા ટ્રસ્ટના કર્મચારી તરીકે ફરજ બજાવતા તબીબો મારફતે ઈમર્જન્સી કેસોમાં સારવાર મળી રહે તે માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ડેન્ટિસ્ટો પણ આ હડતાલમાં જોડાયા હતા.
અમરેલી જિલ્લામાં ગામડામાં આવેલી પીએસસી અને સીએચસી હાસ્પિટલોમાં તબીબોની હડતાલના કારણે લોકોને સ્થાનિક કક્ષાએ સારવાર ન મળેે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. અમરેલી ખાતે જિલ્લા પંચાયત કચેરીમાં ડીડીઓની સામે તબીબો દ્વારા દૃેખાવો યોજવામાં આવ્યા હતા. કેન્દ્ર સરકારના પગારપંચ મુજબના લાભો આપવામાં વિલંબ સહિતના પડતર “શ્ર્નો બાબતે વારંવાર રજૂઆતોના અંતે ખાતરી બાદ પણ તેની અમલવારી કરવામાં આવતી નથી. આથી સરકારી તબીબોમાં ભારે રોષની લાગણી છે.
આ અંગે અમરેલીના જિલ્લા આરોગ્ય અધિકારી ડા. પટેલે જણાવ્યું કે, સીએચસી સેન્ટરોમાં વધારે સંખ્યામાં દર્દીઓ આવતા હોવાથી ત્યાં જિલ્લાની જુદી જુદી સંસ્થાઓના દવાખાનાઓમાં કામ કરતા તબીબોની મદદ લેવામાં આવી રહી છે અને તેમની સેવા ત્યાં મળી રહે એ માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. જ્યારે પીએચસી સેન્ટરોમાં અન્ય આરોગ્ય સ્ટાફ પ્રાથમિક સારવાર આપવા માટે સક્ષમ છે.
પોલીસમાં આવતા જુદા જુદા એમએલસી કેસોમાં અગાઉ જે તે પોલીસ સ્ટેશનની નજીકમાં આવેલા સીએચસી કે પીએચસી સેન્ટરમાં જ પોરસ્ટમોર્ટમ થઈ જતું હતું. હાલમાં આખા જિલ્લામાં સરકારી તબીબો હડતાલ પર છે અને ખાનગી તબીબો પોસ્ટમોર્ટમ કરી શકે તેમ ન હોવાથી આ માટે સૌથી વધારે મુશ્કેલી ઊભઈ થઈ છે. મૃતદેહોને અન્યત્ર રીફર કરવામાં આવે છે.