અમરેલી જિલ્લાનાં તમામ લોકોને 21 દિવસ વરાળથી નાસ લેવા ડો. કાનાબારની અપીલ

  • ડો. કાનાબારના અભિયાનને જબરદસ્ત સફળતા : નાસ લેવાના મશીન ખુટી ગયા
  • જેની પાસે મશીન ન હોય તે દેશી પધ્ધતિથી તપેલામાં ગરમ પાણી નાખી નાસ લઇ શકે : કોરોનાને હરાવવા માટે વગર પૈસાનો સૌથી સરળ અને સચોટ ઉપાય 21 દિવસ સુધી સૌ અજમાવે તેવો અનુરોધ

અમરેલી,
ડો. ભરતભાઇ કાનાબારે અમરેલી જિલ્લાની જનતાને અનુરોધ કરતા જણાવ્યુ છે કે તા. 1 ઓગસ્ટથી 21 ઓગસ્ટ સુધી કુલ 21 દિવસ સુધીના વરાળથી નાસ લેવાના અભિયાનમાં અમરેલી જિલ્લાના તમામ નાના મોટા લોકો જોડાય તેવી નમ્ર અપીલ કરૂ છુ
વૈજ્ઞાનીક તથ્યો પ્રમાણે કોરોનાના વાયરસ આપણા શરીરમાં નાક અને મો દ્વારા દાખલ થાય છે. દાખલ થયા બાદ લગભગ 5 દિવસ સુધી આ વાયરસ ગળામાં અને નાકના પોલાણોમાં રહે છે. આ વાયરસ પર ફેટ (ચરબી)નું આવરણ છે અને તેના કારણે હીટ સેન્સીટીવ છે. 70 સે. ઉષ્ણતામાં આ વાયરસ જિવીત રહી શકતા નથી. એમાં પણ તે 95 ટકા ભેજ હોય તો 38 થી 40 સે. ઉષ્ણતાપમાન પણ વાયરસનો નાશ કરવા પુરતુ છે.
ગરમ પાણીની વરાળના નાસ દિવસમાં બે વખત લેવાની શક્ય છે કે આ વાયરસથી આપણે બચી શકીએ. વાયરસ સ્વસનતંત્રના બીજા ભાગોમાં અને ફેફસા સુધી પહોંચે તો પણ વાયરસનો લોડ (જથ્થો) ઓછો રહેવાની શક્યતા છે. જેના કારણે દર્દીને ગંભીર અસરો ન થાય તેવી શક્યતાઓ છે.
અમરેલીમાં બધા જ લોકો એક સાથે 21 દિવસ સુધી આ પ્રયોગ કરે તો કદાચ નવા કેસો ઓછા થવાની પુરી શક્યતાઓ છે. આ એક ખુબ સરળ અને સસ્તો ઉપાય છે. પરિવારના વડીલો અને બાળકો સહિત તમામ લોકો આ અભિયાનમાં જોડાય.
હાલ અમરેલીના અગ્રણ્ય ડોકટર્સ, વેપારીઓ, શિક્ષકો, વકીલો અને અનેક સામાજીક આગેવાનો આ અભિયાનમાં જોડાય રહયા છે. આપ પણ આપના પરિવાર સાથે દિવસમાં બે વાર આ પ્રમાણે નાસ લેશો.
તમારા ફોટા વિડીયો મને મોકલશો અને તપાસ મિત્રો સ્નેહીઓમાં સોશ્યલ મિડીયામાં શેર કરજો જેથી બીજા લોકોની આમા જોડાવાની પ્રેરણા મળે. અમરેલીના બધા જ લોકો એક સાથે આ પ્રયોગ કરે તો ચમત્કારિક પરિણામોની શક્યતાઓ છે. તેમ ડો. કાનાબારે જણાવ્યુ છે.