અમરેલી જિલ્લાનાં નવ તાલુકાનો રાહત પેકેજમાં સમાવેશ

અમરેલી,

માર્ચ 2023માં શરૂ થયેલ કમોસમી વરસાદને કારણે પાકને નુક્શાન થતા રાજ્યનાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલે રાહત પેકેજ જાહેર કર્યુ છે. આ રાહત પેકેજમાં રાજ્યનાં 13 જિલ્લાઓનો સમાવેશ થયો છે તેમાં અમરેલી જિલ્લાનાં અમરેલી, કુંકાવાવ, બગસરા, લાઠી, ધારી, સાવરકુડલા, ખાંભા, રાજુલા અને જાફરાબાદનો સમાવેશ કરવામાં આવ્યો છે. રાજ્યનાં આ પેકેજમાં સૌથી વધ્ાુ તાલુકા અમરેલી જિલ્લાનાં લેવાયાં છે. રાજ્યનાં કૃષિ ખેડુત કલ્યાણ સહકાર વિભાગ દ્વારા બહાર પાડેલ યાદી મુજબ જિલ્લા કક્ષાએ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા પાક નુક્શાન અંગે કરવામાં આવેલ આકારણીનાં આધારે પેકેજમાં એસડીઆરએફ ઉપરાંત રાજ્ય બજેટમાંથી કૃષિ રાહત પેકેજ આપવાની સરકારની વિચારણા હતી. કમોસમી વરસાદથી ખેડુત ખાતેદારોને વાવેતર વિસ્તારનાં પ્રમાણમાં સહાય ચુકવવા આદેશ કર્યો છે તે મુજબ ખેતી તથા બાગાયતી પાકોમાં 33 ટકા કે તેથી વધ્ાુ નુક્શાન થયું હોય તે જ કિશાનોને સહાય મળવા પાત્ર છે. આ સહાય ખાતા દીઠ ગામના નમુના નં.8અ મુજબ મહતમ બે હેક્ટરની મર્યાદામાં મળવા પાત્ર થશે. ખેતી અને વર્ષાયુ બાગાયતી પાક માટે એસડીઆરએફનાં નોમર્સ મુજબ પ્રતિ હેક્ટર મળવા પાત્ર રૂા.13,500ની સહાય ઉપરાંત રાજ્ય ભંડોળમાંથી વધારાની સહાય પ્રતિ હેક્ટર 9,500ની ગણતરીમાં લઇ કુલ 23000 પ્રતિ હેક્ટર લેખે અને બહુ વર્ષાયુ બાગાયતી પાકોમાં 33 ટકાથ વધ્ાુ નુક્શાન માટે કુલ રૂા.30,600 પ્રતિ હેક્ટર દીઠ બે હેક્ટર માટે અને જે કિસ્સામાં જમીનધારકતા આધારે એસડીએફ ધોરણ મુજબ સહાય ચુકવવાની રકમ રૂા.4000 કરતા ઓછી થતી હોય તેવા કિસ્સામાં રૂા.4000 ચુકવવા તેમજ તફાવતની રકમ બજેટમાંથી ચુકવવા આદેશ થયો છે. કુલ સહાય રૂા.3450 મળવા પાત્ર છે. લાભાર્થીની પાત્રતા અને સહાય મેળવવા અરજી સાથે નાવાંધા સંમતી પત્ર અને ખાતેદારનું કબુલાતનામુ વગેરે સાથે તાલુકા વિકાસ અધિકારીને નિયત નમુનામાં અરજી કરવી રહેશે. આ પેકેજ અંતર્ગત જિલ્લામાં વન અધિકાર પત્ર મેળવેલ હશે તેવા ખેડુત ખાતેદારોને પણ લાભ અપાશે. આ પેકેજનો તુરંત અમલ થાય તેવી કાર્યવાહી કરવા જિલ્લા તંત્રને પણ આદેશ કરાયાનું જાણવા મળ્યું છે. પેકેજમાં જસદણ, વિસાવદર, સુઇગામ, ભીલોડા, મોડાસા, ધનસુરા, માલપુર, મેઘરાજ, બાયડ, કુકરમુંડા, નીજર, સમી, સંખેશ્ર્વર, સાંતલપુર, પાટણ, ઇડર, હિંમતનગર, તલોડ, ઉમરપાડા, માંડવી, ભુજ, મુંદ્રા, માંડવી, અંજાર, ગાંધીધામ, નખત્રાણા, ભચાઉ, રાપર, અબડાસા અને અમરેલી, કુંકાવાવ, બગસરા, લાઠી, ધારી, સાવરકુંડલા, ખાંભા, રાજુલા, જાફરાબાદ તથા લાલપુર, જામનગર, મહુવા, તળાજા, પાલીતાણા, ઘોઘા, ગારીયાધાર, માંડલ અને વીરમગામનો સમાવેશ થયાનું કૃષિ કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા નાયબ સચીવે જણાવ્યું .