અમરેલી જિલ્લાનાં પોલીસ બેડામાં અધિકારીઓની આંતરીક બદલી કરતા એસપીશ્રી હિમકરસિંહ

અમરેલી,
અમરેલીના એસપીશ્રી હિમકરસિંહએ જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનોમાં ફરજ બજાવતા પીઆઇ અને પીએસઅઇની અરસ પરસ બદલીઓ કરી છે જેમાં રાજુલાના પીઆઇ શ્રી ડી.વી. પ્રસાદને બગસરામાં અને બગસરાના શ્રી એ.એમ. દેસાઇને રાજુલા મુકાયા છે. જ્યારે લાઠીના પીએસઆઇ શ્રી જે.પી. ગઢવીને ખાંભા, ખાંભાના શ્રી યશવંતસિંહ ગોહીલને સાવરકુંડલા રૂરલ પોલીસમાં ત્યાંથી શ્રી એન.એ. વાઘેલાને નાગેશ્રીમાં, નાગેશ્રીના શ્રી પી.એ. જાડેજાને લાઠી, ચલાલાના સુ.શ્રી ડી.બી. ચૌધરીને અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન, અમરેલી તાલુકાના શ્રી એ.વી. સરવૈયાને ચલાલા, દામનગરના સુ.શ્રી એચ.એચ. સેગલીયાને બાબરા, સુ.શ્રી પી.વી. સાંખટને અમરેલી રીડરથી અમરેલી સીટી પોલીસ સ્ટેશન અને અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના શ્રી એ.આર. છોવાળાને દામનગર મુકવામાં આવ્યા છે.