અમરેલી જિલ્લાનાં માર્કેટયાર્ડોના કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી

  • ખેત બજાર ધારા સુધારા વટ હુકમથી અન્યાય થતા રાજ્યભરના માર્કેટયાર્ડના કર્મચારીઓ આંદોલનના માર્ગે
  • રાજ્યમાં આ વટ હુકમથી 40 જેટલા માર્કેટયાર્ડોને તાળા મારવા પડે તેવી સ્થિતી : કર્મચારીઓના હિતને ભારે આર્થિક નુકશાન
  • અમરેલી જિલ્લાના તમામ માર્કેટયાર્ડ કર્મચારીઓનું રોષભેર વિરોધ પ્રદર્શન
  • અમરેલી, બગસરા, કુંડલા, ખાંભા, રાજુલા, લાઠી, દામનગર, લીલીયા, ધારી, ટીંબી, બાબરા યાર્ડના કર્મીચારીઓનો વિરોધ

અમરેલી,
આજરોજ ગુજરાત બજાર સમિતિ કર્મચારી સંઘ દ્વારા ગુજરાત સરકાર શ્રી દ્વારા તા.6/5/2020 ના રોજ બહાર પાડવામાં આવેલ ખેત બજાર ધારા સુધારા વટહુકમ -2020 માં 26 જેટલા મહત્વ ના સુધારાઓ કરવામાં આવેલ. જેમાં બજાર સમિતિની સતા સીમીત કરી માત્ર બજાર ચોગાન પુરતી મર્યાદીત કરવામાં આવેલ છે. અને તેની પ્રરીકુળ અસર બજાર સમિતિની આવક ઉપર થવા પામેલ છે. બજાર સમિતિ એ ખેડુતોના હીત નું રક્ષણ કરતી સંસ્થા છે. બજાર વિસ્તારમાં ખેડુતોને પોતાના ખેતી નું ઉત્પન્ન ઘર બેઠા વેચવામાં કોઈપણ સમસ્યા કે છેતરપીડીં થાય તો ખેડુતો ની ફરિયાદ સાંભળી તેનું યોગ્ય નીરાકરણ લાવી ખેડુતો ના હીત નુ રક્ષણ કરવાનુ કામ બજાર સમિતિ દ્વારા કરવામાં આવતુ અને ખેત ઉત્પન્ન ઉપર ખરીદનાર પાસેથી માર્કેટ ફી વસુલ કરી તે રકમ માથી બજાર સમિતિ ના કર્મચારીઓનો પગાર તેમજ ખેડુતોના હીત માટે ની યોજનાઓમાં આ રકમ વાપરવામાં આવતી હતી. જે સતા બજાર સમિતિ પાસે થી આ વટહુકમ થી છીનવી લેવામાં આવી છે. જેથી બજાર સમિતિને ખુબ મોટુ આર્થીક નુકશાન થવાનુ છે. રાજ્ય ની 226 જેટલી બજાર સમિતિઓ માથી આ વટહુકમ ના લીધ્ો 40 જેટલી સમિતિઓને અત્યારથી તાળા મારી દેવા પડે તેવી સ્થિતી ઉભી થઈ છે અને બાકી ની મોટા ભાગ ની બજાર સમિતિઓ આવનાર 3 થી 4 વર્ષમાં બંધ થઈ જવાની સંભાવના છે. જેથી રાજ્ય ની બજાર સમિતિઓના 3988 કર્મચારીઓના પરિવારો ના ભરણપોષણ ઉપર મોટુ સંકટ ઉભુ થવા પામેલ છે. જેને ધ્યાને લઈને ગુજરાત બજાર સમિતિ કર્મચારી સંઘ દ્વારા રાજ્યના મુખ્યમંત્રી તેમજ દેશ ના શ્રીવડાપ્રધાન ને પત્ર લખી કર્મચારીઓના હીત યોગ્ય નિર્ણય લેવા વિનંતી કરવામાં આવેલ પરંતુ સરકાર તરફથી કોઈ પ્રત્યુતર ન મળતા રાજ્ય વ્યાપી વિરોધ પ્રદશર્ન કરવાનો એક કાર્યક્રમ કર્મચારી સંધ ના હોદેદારો દ્વારા નકકી કરવામાં આવેલ. હાલ વાવેતર ની સીઝનમાં ખેડુતોની ખાતર દવા બિયારણ વગેરે ની જરૂરીયાત હોય અને તેઓ પોતાનો માલ વેચવા બજાર સમિતિમા આવતા હોય ત્યારે તેઓને કોઈ અગવડતા ન ભોગવવી પડે તે રીતે વિરોધ પ્રદર્શીત કરવા માટે દરેક કર્મચારીઓને કાળી પટી બાંધી કામગીરી કરવી જેથી રાજ્ય સરકાર નું ધ્યાન દોરવા માટે નો આ વિનમ્ર પ્રયાસ કરવામાં આવેલ છે. જે 3 દિવસ ચાલશે જેમાં અમરેલી જિલ્લાની 11 બજાર સમિતિઓના કર્મચારીઓ પણ જોડયા છે. ગુજરાત બજાર સમિતિ કર્મચારી સંઘ દ્વારા મને કારોબારી તરીકે આ કાર્યક્રમ ને સફળ બનાવવા જવાબદારી સોપવામાં આવેલ હતી જેમા અમરેલી જિલ્લાની અમરેલી, બગસરા, સાવરકુંડલા, ખાંભા, રાજુલા, લાઠી, દામનગર, લીલીયા, ધારી, ટીંબી, બાબરા બજાર સમિતિઓના કર્મચારીઓનો સાથ અને સહકાર મળેલ છે. દેશમાં આવી પડેલ કોરોનાની મહામારી સમયે લોકો ઘરની બહાર નીકળતા પણ બીતા હોય છે. ત્યારે ખેડુતોની વેદના સમજી ખેડુતોને પોતાના ખેત ઉત્પન્ન વેચવામાં તકલીફ ન પડે તેમજ આમ જનતાને શાકભાજી મળી રહે. તે માટે પોતાના જીવનના જોખમે કોરોનાના ભય વેચ્ચે પણ કર્મચારોઓએ માર્કેટ યાર્ડો કાર્યરત રાખેલ છે.