અમરેલી જિલ્લાનાં માર્ગો માટે વિધાનસભા ગજવતા શ્રી વિરજી ઠુંમર

  • સમગ્ર રાજ્યનાં માર્ગો ફોર ટ્રેકથી જોડાઇ ગયાં છે ત્યારે ગુજરાતનાં પ્રથમ મુખ્યમંત્રી ડો.જીવરાજભાઇ મહેતાનો જિલ્લો વંચિત કેમ?

અમરેલી,સમગ્ર ગુજરાત રાજ્યનાં મોટા ભાગનાં માર્ગો માર્ગો ફોર ટ્રેકથી જોડાઇ ગયાં છે ત્યારે ગુજરાતનાં પ્રથમ મુખ્યમંત્રી ડો.જીવરાજભાઇ મહેતાનો જિલ્લો અમરેલી ફોર ટ્રેક માર્ગ અને બાયપાસથી વંચિત કેમ? તેવો પ્રશ્ર્ન ઉઠાવી લાઠી બાબરાનાં ધારાસભ્ય શ્રી વિરજીભાઇ ઠુંમરે અવાર નવાર રજુઆતનાં અંતે આજે ગુજરાત વિધાનસભા ગજાવી ધારદાર રજુઆત કરતા જણાવ્યું કે, અમરેલીથી ગાંધીનગરનો મુખ્ય રોડ બધાજ ફોરટ્રેક માર્ગથી જોડવા જરૂરી બન્યો છે. એટલું જ નહીં રંઘોળાથી ધોળા, વલભીપુર રોડ બની ગયો છે પણ અતિવૃષ્ટિમાં બિસ્માર બની ગયો છે. તેમાં પેચ વર્ક થયું છે. એજ રીતે વલભીપુરથી બગોદરા વાળો રોડ પસાર કરવો પણ સાવ કઠીન બની ગયો છે. પીપાવાવ પોર્ટથી હેવી લોડેડ વાહનોની એક એક કિમી સુધીની લાંબી કતારો લાગે છે તેથી રોડની હાલત સાવ બિસ્માર બની ગઇ છે. પીપાવાવની ગુડ્ઝ ટ્રેનને કારણે એક એક કિલોમીટરની લાંબી કતારો લાગે છે. અને વાહન ચાલકો, રાહદારીઓ કાયમી ધોરણે મુશ્કેલી વેઠે છે. મહુવાથી સોમનાથને જોડતો રોડ પહોળો બનાવી બગોદરા સાથે જોડી દેવા લાઇનીંગ ચેન્જની મંજુરી પણ મળી ચુકી છે. પીપાવાવ, રાજુલા, સાવરકુંડલાનો ટુંકો રોડ બને છે તે પહોળો કરી બાબરાનાં ખંભાળા રોડને પાળીયાદ અને પાલીતાણા સાથે જોડી દેવા અને બાયપાસ રોડની સુવિધા આપવા વિધાનસભામાં લાઠી, બાબરાનાં ધારાસભ્ય શ્રી વિરજીભાઇ ઠુંમરે ધારદાર રજુઆત કરી છે. એવું પણ જણાવ્યું છે કે, ગત વર્ષે કોરોના અને અતિવૃષ્ટિને કારણે સમગ્ર સૌરાષ્ટ્રમાં ક્યાંક ને ક્યાંક તો મુશ્કેલી પડી છે. અમરેલીથી ગાંધીનગરનો મુખ્યમાર્ગ બાકી છે. રંઘોળાથી ધોળા, વલભીપુર રોડ બની ગયો છે. પરંતુ વલભીપુરથી બગોદરા જતા રસ્તો સાવ બિસ્માર છે. જંગલ ખાતાએ મંજુરી પણ આપી દીધી છે. ગાંધીનગરથી ભાવનગર તરફ આવવા જવામાં પણ કઠીન સ્થિતિ વેઠવી પડે છે કારણ કે અડધો અડધ રોડ બાકી છે. યાત્રાધામ સોમનાથને જોડતો રોડ પણ બાકી છે. ધોળાનાં રોડમાં પણ એજ સ્થિતિ છે. અન્ય જિલ્લાઓમાં કામો શરૂ થઇ ગયાં છે. જ્યારે સાવરકુંડલાનો બાયપાસ બન્યો છે તે પણ બગડતો જાય છે. દામનગરથી લાઠી, ધોળા માર્ગની હાલત સુધરે તો અનેક ગામોને ફાયદો થાય તેમ છે. બાબરા ધમધમતુ નગર બન્યુ છે અને પાલીતાણાનો યાત્રાધામને કારણે ગીરદી વાળો રોડ છે. અનેક જૈન સાધ્ાુ સાધ્વીઓ ચાલીને જાય છે. તેથી તેને પણ બાયપાસ કરવાની જરૂર છે. સાવરકુંડલા, રંઘોળા 10 કિ.મી. રોડ બનશે તેવી સરકારે જાહેરાત કરી હતી. તેથી લોકોમાં અમે પણ જાહેરાત કરી દીધી છે. પરંતુ રોડ ટુકો છે અને તે રોડને પાળીયાદ સાથે જોડી દેવામાં આવે તો સોમનાથને ટુંકો રસ્તો મળે. અને ગાંધીનગરનું અંતર 50 કિ.મી.ઘટી જાય તેમ છે. મહુવા, સોમનાથનો રોડ પહોળો બનાવી બગોદરા જોડી દેવામાં આવે તો પણ લોકોને રાહત રહે તેમ છે તેવું ગુજરાત વિધાનસભામાં શ્રી વિજીભાઇ ઠુંમરે રોષ પુર્વક રજુઆત કરી હોવાનું જણાવ્યું છે.