અમરેલી જિલ્લાનાં લેન્ડગ્રેબીંગના 20 કેસોની સમીક્ષા

  • અરજદારોના 11 કેસો,પોલીસ તંત્ર દ્વારા 5, મહેસુલ તંત્રનાં 4 મળી 20 કેસોની સમીક્ષા કરવામાં આવી : સરકારી જમીન કે પ્રાઇવેટ જમીન હડપ કરનારાઓની હવે ખેર નથી 
  • કલેકટરશ્રી દ્વારા તાજેતરમાં રાજુલાના રામપરા અને ધારીના દલખાણીયામાં સરકારી જમીન હડપનારા તત્વોને પકડીને નવા કાયદા પ્રમાણે જેલમાં ધકેેલી દેવામાં આવેલા

અમરેલી,
અમરેલી જિલ્લામાં બેફામ બનેલા અને ગામડે ગામડે ગૌચર સહિતની જગ્યાઓ ખાઇ જનારા ભુમાફિયાઓને સીધા દોર કરવા માટે કલેકટર કચેરીમાં જમીનના જાણકાર અધિકારીઓને લેન્ડગ્રેબીંગના કેસો માટે નિયુક્ત કરી અને તેની ટીમ દ્વારા આવા કેસોનો અભ્યાસ અને તપાસનો ધમધમાટ સતત શરૂ છે તે વચ્ચે અમરેલી જિલ્લાનાં લેન્ડગ્રેબીંગના 20 કેસોની સમીક્ષા કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.
તા.27 ના મળેલી બેઠકમાં અરજદારોના 11 કેસો,પોલીસ તંત્ર દ્વારા 5, મહેસુલ તંત્રનાં 4 મળી 20 કેસોની સમીક્ષા કરવામાં આવી હતી.
અને સરકારી જમીન કે પ્રાઇવેટ જમીન હડપ કરનારાઓ સામે લેન્ડગ્રેબીંગ એક્ટ મુજબ કાર્યવાહી કરવા માટે તંત્ર દ્વારા થઇ રહેલી ગતિવીધીઓ વધ્ાુ તેજ બનાવાઇ હોવાનું જાણવા મળેલ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કલેકટરશ્રી દ્વારા તાજેતરમાં રાજુલાના રામપરામાં સાડા ત્રણ કરોડની કિંમતની અને ધારીના દલખાણીયામાં કિંમતી સરકારી જમીન હડપનારા તત્વોને પકડીને નવા કાયદા પ્રમાણે જેલમાં ધકેેલી દેવામાં આવેલા હતા હવે આ પ્રકારે વધુ પગલાઓ તોળાઇ રહયા હોવાનું જાણવા મળેલ છે.