અમરેલી જિલ્લાનાં 10 ગામોને કન્ટેઇન્ટમેન્ટ ઝોન જાહેર કરતા કલેક્ટર

  • કોરોનાનાં પોઝીટીવ કેસોની સંખ્યા વધતા અમરેલી, ખાંભા, લાઠી, લીલીયાનાં ગામોમાં કન્ટેઇન્ટમેન્ટ ઝોન

અમરેલી,
અમરેલી જિલ્લાનાં અમરેલી, ખાંભા, લાઠી, લીલીયા સહિતનાં ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના પોઝીટીવ કેસો વધી જતા અમરેલી કલેક્ટરે જાહેરનામુ બહાર પાડી બાબાપુર, ચિતલ, ઇશ્ર્વરીયા, જશવંતગઢ, લાલાવદર, નાના આંકડીયા, સરંભડા, ખાંભા, અકાળા, સલડીને કન્ટેઇન્ટમેન્ટ ઝોન જાહેર કરેલ છે. જેમાં તમામ પ્રકારની અવર જવર ઉપર પ્રતિબંધ મુકવામાં આવેલ છે તેમજ આ વિસ્તાર માટે અમલવારી કડક બનાવાઇ છે. પોલીસે પણ બંદોબસ્ત ગોઠવવા અને આવશ્યક સેવાઓ પુરી પાડવા સહિતનું નિયંત્રણ થનાર છે. તેમ સુત્રોમાંથી જાણવા મળ્યું છે. તા.28-4-21 થી 5-5-21 સુધી અમલવારી કરવી રહેશે. તેમ જણાવ્યું છે.