અમરેલી જિલ્લાના ખેડૂતોને કોઈપણ મુશ્કેલી પડે તો સાંસદશ્રીનાં કાર્યાલયનો સંપર્ક કરવો

  • સાંસદ નારણભાઈ કાછડીયાનાં કાયાલય ફોન નં. 0ર79ર-રર7878 ઉપર પણ સંપર્ક થઇ શકશે : ઓનલાઇન પોર્ટલ ઉપર અરજી કરવા અનુરોધ

અમરેલી,ગુજરાત રાજયની સંવેદન શીલ રૂપાણી સરકાર તરફથી રાજયના ખેડૂતોને આ વષે ખરીફ ૠતુમાં અતિ વરસાદ થી થયેલ પાક નુકશાન સામે રૂા. 3700 કરોડના સહાય પેકેજ જાહેર કરવામાં આવેલ છે. ત્યારે આ સહાયનો લાભ મેળવવા માટે ખેડૂતોએ તા. 1/10/ર0ર0 થી ઓનલાઈન પોટલ ઉપર અરજી કરવાની રહેશે.આ માટે સરકારી કચેરી થી લઈ ઓનલાઈન અરજી કરવા સુધીની કોઈપણ પ્રક્રિયામાં ખેડૂતોને કોઈપણ પ્રકારની મુશ્કેલી/મુંજવણ જણાય તો અમરેલીના સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાએ તેમના અમરેલી સ્થિત સાંસદ કાયાલયનો સંપક કરવા ખેડૂતોને અનુરોધ કરેલ છે. ખેડૂત કોઈપણ પ્રકારની માહીતી કે માગદશન ફોન નં. 0ર79ર-રર7878 ઉપર ફોન કરી મેળવી શકશે.