અમરેલી જિલ્લાના ગંભીર ગુન્હાઓના ટોપ 10 નાસતા ફરતા વોન્ટેડને ઝડપી લીધો

અમરેલી ,
રાજુલા પો.સ્ટેના પો.ઇન્સ. શ્રી જે.એન.પરમાર ની ચોકકસ બાતમી આધારે રાજુલા પો.સ્ટે.ના પો.સબ ઇન્સ. એ.એમ.રાધનપરા તથા સર્વેલન્સ સ્કોડના હેડ કોન્સ. ભીખુભાઇ સોમાતભાઇ ચોવટીયા તથા હેડ કોન્સ. સંજયભાઇ કનુભાઇ ઘાંઘળ તથા પો.કોન્સ. રોહીતભાઇ કાળુભાઇ પરમાર તથા પો.કોન્સ. મિતેષભાઇ કનુભાઇ વાળા તથા પો.કોન્સ. પરેશભાઇ મનુભાઇ દાફડા વિ. પોલીસ સ્ટાફ દ્રારા અમરેલી જિલ્લાના ગંભીર ગુનાઓના ટોપ-10 આરોપી જે અંગે માહીતી આપનારને રોકડ રૂ.10,000/- ઇનામી અમરેલી જીલ્લામાં કુલ-03 પો.સ્ટે.ના અલગ અલગ ઘરફોડ ચોરીઓના ગુન્હાઓના કામે 1994 થી પકડવાનો બાકી અને પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા છેલ્લા 28 વર્ષથી નાસતા ફરતાં વોન્ટેડ આરોપી પરશુ રાયસિંગ ઉર્ફે માનસિંગ પરમાર ઉવ.57 ધંધો.મજુરી રહે.કાટું ગામ વેડ ફળીયુ તા.ધાનપુર જી.દાહોદ ને રાજુલા બસ સ્ટેન્ડ મુકામેથી ચોકકસ બાતમી આધારે પકડી પાડી આગળની કાર્યવાહી માટે લાગતા વળતા પો.સ્ટે.ને સોપી આપવા તજવીજ કરેલ .