અમરેલી જિલ્લાના ગામડે ગામડે અકાળે મૃત્યુના બનાવો શરૂ

અમરેલી જિલ્લાના દરેક ગામડાઓમાં મૃત્યુના બનાવોનો વણથંભ્યો સીલસીલો શરૂ થઇ ગયો

અમુક ગામોએ સ્વેચ્છીક લોડડાઉન કરી અને યમરાજાથી અંતર બનાવી સલામત બની ગયા

અમરેલી,અમરેલી જિલ્લાના ગામડે ગામડે અકાળે મૃત્યુના બનાવો શરૂ થઇ ગયા છે અમરેલી જિલ્લાના દરેક ગામડાઓમાં મૃત્યુના બનાવોનો વણથંભ્યો સીલસીલો શરૂ થઇ ગયો છે બગસરાના હામાપુર જેવા અમુક ગામોમાં તો મરણના બનાવો અટકતા નથી અહી મરણાંક 32 થયો છે આ ગામમાં રોજે રોજ યમરાજા આંટો વાઢી જાય છે અને ચેતી ગયેલા અમુક ગામોએ તો સ્વેચ્છીક લોડડાઉન કરી અને યમરાજાથી અંતર બનાવી સલામત બની ગયા પણ જે ગામ જાગૃત છે ત્યા મરણના બનાવો અટકશે બાકીના ગામોમાં મોતનું તાંડવ શરૂ થઇ જશે તેમા કોઇ શંકા નથી આજે નહી તો કાલે આવી જગ્યાએ વારો આવવાનો જ છે.અને આપણે બેદરકાર કેટલા છીએ તેનો દાખલો આપણી પાસેથી વસુલાતો દંડ છે તંત્રએ લોકોને જ બચાવવા માટે માસ્ક કે ડીસ્ટન્સ ન જાળવનારા લોકોને દંડ કરવો પડે તે લોકો માટે શરમજનક છે. હાલમાં શેરીએ શેરીએ શરૂ થયેલ મોતનો સીલસીલો કયારે અટકશે ? તેનો જવાબ કોઇની પાસે નથી છતાયે ગીરકાંઠાના દલખાણીયા જેવા સંપીલા ગામો રોગચાળાનો સજજડ મુકાબલો કરીને કોરોનાને હંફાવે છે સરકાર દર્દીનોની સંખ્યા વધ્ો તેને પહોંચી વળવા માટે બેડની સંખ્યા વધારી રહી છે પણ સ્ટાફ કયાંથી આવે તેની કોઇને ખબર નથી અને કરુણતા એ પણ છે કે આ રોગચાળામાં આખે આખા પરિવારો આવી રહયા હોય કોણ કોનુ કામ કરે તે સમસ્યા છે.