અમરેલી જિલ્લાના ગીર પુર્વ અને બૃહદ ગીરમાં દંગાઓમાં ચેકીંગ

  • વેરાવળના સુત્રાપાડા તાલુકાના ખાંભા ગામે ફાંસલામાં ફસાયેલા સિંહબાળને લઇને વનતંત્ર એલર્ટ
  • ગામડાઓમાં અને અંતરીયાળ જગ્યાઓ ઉપર ખુલ્લામાં ઉભા કરાયેલા દંગાઓમાં જઇને વનતંત્ર દ્વારા ઘનિષ્ઠ તપાસ : ગીર પુર્વમાં ફેરણા શરૂ કરાયા

અમરેલી,
ગઈ કાલે ગીર સોમનાથ જિલ્લાના ખાંભામાં ફાસલા માં ફસાયેલા સિંહ બાળને લઈ તંત્ર એલર્ટ થયુ છે સિંહના ફાસલા મળતા ધારી ગીર પૂર્વ પણ એલર્ટ થયું છે અને આંઠેય રેન્જોમાં પેટ્રોલિંગ વધારાયું છે તથા ગિરપૂર્વની અને બૃહદ ગીરની તમામ શંકાસ્પદ જગ્યાઓ પર વન વિભાગ ઉચ્ચ અધિકારીઓનું પેટ્રોલિંગ સાથે ગીર પૂર્વના તમામ કર્મીઓ ધંધે લાગ્યા છે.
બીજી તરફ ડીસીએફ શ્રી અંશુમન શર્મા દ્વારા ગીર પૂર્વના જંગલમાં ફેરણાં શરૂ કરાયા છે અને સંવેદન શીલ વિસ્તારોમાં સ્થાઈ થયેલા પરપ્રાંતીયના દન્ગાઓને ચેક કરાઇ રહયા છે તથા સિંહના શિકારની ઘટના બહાર આવતા વન વિભાગ સક્રિય હોવાનું ધારીના રેન્જ ઓફીસર શ્રી કપિલકુમાર ભાટીયાએ જણાવ્યુ છે.