અમરેલી,કોરોનાના સંકટ સમયે અનેક સંસ્થાઓ સરકાર અને લોકો માટે ઉપયોગી સાબીત થઇ રહી છે આવી જ એક ડૉ. જિવરાજ મહેતાએ સ્થાપેલી સંસ્થા જિલ્લા વિદ્યાસભા કે જેમના પ્રમુખ શ્રી વસંતભાઇ ગજેરા છે તેમણે રંગ રાખ્યો છે.
બહારથી આવનારા લોકોને કવોરન્ટાઇન કરવા સરકાર દ્વારા ઉભા કરાયેલા કવોરન્ટાઇન સેન્ટરમાં તમામ સેન્ટરોમાં શ્રેષ્ઠ કવોરન્ટાઇન હોમ એટલે વિદ્યાસભા હોસ્ટેલ આજે ગણાય છે. અહી શ્રી વસંતભાઇ ગજેરાની સુચનાથી કેમ્પસ ડાયરેકટર શ્રી હસમુખ પટેલની ટીમ ખડેપગે છે. વિદ્યાસભા કેમ્પસમાં 102 રૂમમાં મેનેજમેન્ટે પલંગ, ગાદલા સહીત 800 બેડની વ્યવસ્થા કરી છે અને 700 બેડની ત્રીજી બીલ્ડીંગ પણ સ્ટેન્ડ બાય રખાય છે અહી કલેકટરશ્રી તથા ડીડીઓશ્રીએ મુલાકાત લઇ અને વ્યવસ્થાઓ જોઇએ સંતોષ વ્યકત કર્યો હતો કારણ કે અહી ભોજનમાં પીરસાતી રોટલી પણ ચુલાની બને છે અને ખુલ્લુ કુદરતી વાતાવરણ, પક્ષીઓનો કલરવ અને શ્રેષ્ઠ મેનેજમેન્ટથી આવનારા લોકો લોકડાઉન ભુલી પ્રકૃતિમય થઇ જાય છે.