અમરેલી જિલ્લાના ત્રણ ડેપ્યુટી કલેકટર કક્ષાના અધિકારીઓની બદલી બઢતી

અમરેલી,
રાજ્ય સરકાર દ્વારા રેવન્યુ મહેસુલ સહિત વિભાગનાં અધિકારીઓની બદલીનો લીથ્થો નીકળ્યો છે જેમાં અમુકને બઢતી સાથે બદલી કરાઇ છે ધારીના પ્રાંત અધિકારી પુજાબેન જોટાણીયાને ધારીથી બદલી અમરેલીમાં સ્ટેમ્પ ડયુટી વિભાગના ડેપ્યુટી કલેકટર તરીકે મુક્યા છે જ્યારે ધારીમાં પ્રાંત અધિકારી તરીકે રાજકોટના મામલતદારના પ્રમોશન સાથે જી.એમ. મદાવદીયાને પ્રાંત અધિકારી તરીકે ધારીમાં મુક્યા છે. વડોદરાથી ડેપ્યુટી કલેકટર ડો. ભાર્ગવ ડાંગરને અમરેલીમાં મુકવામાં આવ્યા છે